છૂટાછેડા બાદ Hardik Pandya નો થયો ભાઈ સાથે ઝઘડો, થઈ ગયો સાવ એકલો!
Hardik Pandya : ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશની આ ઉજવણી હવે પૂર્ણ થઈ ગઈ છે, અને ગણેશ વિસર્જન પણ લોકો દ્વારા ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યું છે.
જો કે, ગણેશજીનો આ તહેવાર મૂળતઃ મુંબઈનો છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. આ તહેવારનો ક્રિકેટ જગતમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હાર્દિક પંડ્યાના ઘરે ગણેશજીની સ્થાપના
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના ઘરે પણ ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેમની વિદાયનું વિસર્જન પણ કરવામાં આવ્યું છે.
Hardik Pandya ના ભાઈ કૃણાલ પંડ્યાએ ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કર્યું અને તેનો એક ખાસ વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. આ વીડિયોમાં ચાહકોની નજર એક વ્યક્તિ પર પડી, જે ગેરહાજર હતી, અને ફેન્સ તેનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
કૃણાલ પંડ્યાએ કર્યો ખાસ વીડિયો શેર
કૃણાલ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં, હાર્દિક પંડ્યાના ઘરેથી ગણેશજીની વિદાય ભવ્ય રીતે કરવામાં આવી. જે રીતે ગણેશજીની સ્થાપના કરાઈ હતી, એ રીતે જ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. પંડ્યા પરિવારનો આ તહેવાર કોઈ રાજશાહી સમારંભ કરતાં ઓછો લાગતો નહોતો.
આ પ્રસંગ દરમિયાન, હાર્દિકનો પુત્ર અગસ્ત્ય પણ તેના પિતરાઈ ભાઈ સાથે ગણેશ વિસર્જનમાં ભાગ લેતો જોવા મળ્યો હતો. કૃણાલ અને તેની પત્ની પંખુરીએ અગસ્ત્યની ખુબ જ પ્રેમથી સંભાળ લીધી હતી.
અગસ્ત્ય અને તેના ભાઈનો ડ્રેસ કોડ પણ સમાન હતો, અને તેમણે આ તહેવાર ખૂબ જ આનંદપૂર્વક માણ્યો. ચાહકોને આ વીડિયો ખૂબ ગમ્યો, પરંતુ આ દરમ્યાન એક ખાસ વ્યક્તિની ગેરહાજરી ચાહકોને ખટકી છે.
ફેન્સે પૂછ્યું: હાર્દિક પંડ્યા ક્યાં છે?
ફેન્સે વિડિયો પર કોમેન્ટ કરીને પૂછ્યું છે કે હાર્દિક પંડ્યા ક્યાં છે? તે આ પૂજામાં જોવા મળ્યો નથી. જાણકારી માટે, હાર્દિક પંડ્યા આ દિવસોમાં મુંબઈમાં જ છે, તો પછી તેણે આ તહેવારમાં હાજરી કેમ નહીં આપી?
ન તો તે ગણેશ સ્થાપના દરમિયાન હાજર હતો, ન તો વિસર્જન વખતે. શું બંને ભાઈઓ વચ્ચે કોઈ તણાવ છે, જેના કારણે હાર્દિકે ફેમિલી ફંક્શનમાં ભાગ લીધો નથી? આ પ્રશ્નનો જવાબ તો હાર્દિક અને કૃણાલ જ આપી શકે.