છૂટાછેડા બાદ Hardik Pandya પહેલીવાર દીકરા અગસ્ત્યને મળ્યો, વિડીયો જોઈને..
Hardik Pandya : બોલીવુડ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટાન્કોવિક ફરી ભારત પરત ફરી છે. મુંબઈ પહોંચતાની સાથે જ નતાશાએ તેના દિકરા અગસ્ત્યને પપ્પા હાર્દિક પંડ્યાના ઘરે મોકલ્યો છે.
આ દરમિયાન પોતાના દિકરા અગસ્ત્યને મળતા જ Hardik Pandya ખૂબ ખુશ થઈ ગયો છે. બંનેનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Hardik Pandya થી અલગ થયા બાદ નતાશા દિકરા અગસ્ત્યને લઈને સર્બિયા ગઈ હતી. લગભગ એક મહિના બાદ તે હવે ભારત પરત આવી છે. દિકરાને મળીને હાર્દિક ઈમોશનલ દેખાય છે.
ઇન્સ્ટાગ્રામ પર દિકરાની ઝલક
હાર્દિક પંડ્યાની ભાભી પંખુડી શર્માએ તેમના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે. પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, પંખુડી શર્માએ હાર્દિક અને દિકરા અગસ્ત્યનો એક ફોટો શેર કર્યો છે, જેમાં બાપ-દિકરા ખૂબ ખુશ દેખાય છે. એક અન્ય ફોટો પણ સામે આવ્યો છે જેમાં પંખુડી બુક વાંચતી જોવા મળી રહી છે અને સાથે અગસ્ત્ય અને કઝિન બ્રધર પણ છે.
એક મહિનો સર્બિયામાં રહી નતાશા
હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટાન્કોવિક દિકરા અગસ્ત્યને લઈને સર્બિયા ગઈ હતી. લગભગ એક મહિના સુધી હાર્દિક પોતાના દિકરા થી દુર રહ્યો હતો.
હવે જ્યારે નતાશા મુંબઈ પરત આવી છે, ત્યારે તે દિકરાને પણ સાથે લાવી છે. આ દરમિયાન નતાશાએ દિકરાને હાર્દિક પંડ્યાના ઘરે મોકલ્યો હતો.
4 વર્ષ બાદ હાર્દિક અને નતાશા થયા અલગ
નતાશા અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. તે પહેલાં બંને લિવ-ઇન રિલેશનશીપમાં રહેતા હતા. વર્ષ 2023માં બંનેએ હિંદુ રીતિ-રિવાજો સાથે બીજી વખત લગ્ન કર્યા.
પણ લગ્નના એક વર્ષ પછી, નતાશા અને હાર્દિકે છૂટાછેડાની જાહેરાત કરી. બંનેએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરતા કહ્યું કે, “4 વર્ષ સુધી સાથે રહે્યા બાદ, હવે અમે અંતે અલગ થઈ રહ્યા છીએ.”
હાર્દિકે જણાવ્યું કે, “બંનેએ પોતાના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ અંતે એકબીજાના ફાયદા માટે આ નિર્ણય લીધો.
છૂટાછેડાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે અમે એકસાથે ખુશીઓ વહેંચી હતી, સારા અને ખરાબ સમયમાં એકબીજાનો સાથ આપ્યો હતો, અમે એક પરિવાર હતાં.”
View this post on Instagram
ગયા વર્ષે ધામધૂમથી લગ્ન કર્યાં હતા
નતાશા સ્ટાન્કોવિક અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં સાદા ફંક્શનમાં લગ્ન કર્યા હતા. આ કપલ છેલ્લા વર્ષે ફરીથી ધામધૂમથી લગ્નના બંધનમાં બંધાયા હતા.
જેમાં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. જુલાઈમાં બંનેએ અલગ થવાની ઘોષણા કરી, પરંતુ સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના દિકરા અગસ્ત્યની પરવરિશ સાથે કરશે.
નતાશાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ
પતિ હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ, નતાશા સ્ટાન્કોવિકએ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ક્રિપ્ટિક પોસ્ટ્સ શેર કરી હતી. આ પોસ્ટ્સ જોઈને ફેન્સે અંદાજ લગાવવાનો શરૂ કર્યો હતો કે, કદાચ તેમના છૂટાછેડાનું કારણ સેલ્ફ સેન્ટ્રિક એપ્રોચ હોઈ શકે છે.