Hardik Pandya નવી ગર્લફ્રેન્ડ સાથે દેખાતા અટકળોનું બજાર થયું ગરમ, સામે આવ્યું સત્ય
Hardik Pandya : નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા તેમના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. નતાશા હાર્દિક સાથે વેકેશન પર જતી હતી અને દરેક ઘરના ફંક્શનમાં હાજરી આપતી હતી.
હવે નતાશા ન તો હાર્દિક સાથે જોવા મળે છે અને ન તો તે તેને સપોર્ટ કરતી જોવા મળે છે. નતાશાએ પોતાના નામમાંથી ‘પંડ્યા’ સરનેમ પણ દૂર કરી નાખ્યું છે. આ બાદ અફવાઓએ જોર પકડ્યું હતું કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છૂટાછેડા લેવાના છે.
કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?
અત્રે જણાવવાનું કે આ છોકરી એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે અને તેનું નામ પ્રાચી સોલંકી છે. પ્રાચીના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 546K ફોલોઅર્સ છે. પ્રાચી એક ડિજિટલ ક્રિએટર પણ છે. પરંતુ એક પોસ્ટે તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી છે.
હવે ડેટિંગ રૂમર્સમાં કેટલી સચ્ચાઈ છે તે પણ સામે આવી ગયું છે. અત્રે જણાવવાનું કે હાર્દિક આ યુવતીને ડેટ કરી રહ્યો નથી. પ્રાચી બસ હાર્દિક પંડ્યાની એક ફેન છે. તે જણે પોતાના પોસ્ટમાં લખ્યું છે કે તે હાર્દિકને મળીને કેવું મહેસૂસ કરી રહી છે.
નતાશા સ્ટેનકોવિકે તોડ્યું મૌન
તમને જણાવી દઈએ કે વર્લ્ડકપ જીત દરમિયાન પણ નતાશાએ હાર્દિકને અભિનંદન આપ્યા નહોતા. આ સાથે, નતાશા કેટલીક એવી પોસ્ટ પણ કરી રહી હતી, જેના કારણે લોકો માને છે કે તે હવે છૂટાછેડા લેવાની છે.
આ બધી અફવાઓ અને ચર્ચાઓ વચ્ચે, નતાશા સ્ટેનકોવિકે આખરે આ મુદ્દે મૌન તોડ્યું છે. તાજેતરમાં, નતાશા સ્ટેનકોવિકે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, નતાશા સ્ટેનકોવિક પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતી જોવા મળી રહી છે.
શું છે રૂમર્સની સચ્ચાઈ?
એટલું જ નહીં, પ્રાચી સોલંકીએ હાર્દિકની સાથે સાથે તેના ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી સાથેની તસવીરો પણ શેર કરી છે. આખો પંડ્યા પરિવાર પ્રાચીના નજીક જણાય છે, કદાચ આ કારણે ડેટિંગ રૂમર્સને હવા મળી હોઈ શકે છે.
View this post on Instagram
આ બધા વચ્ચે હવે ક્રિકેટરની પત્ની નતાશા સ્ટેનકોવિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં, તે જાણે લોકો સામે પોતાના મનની વાત કરી રહી છે. જાણો નતાશાએ શું કહ્યું.
નતાશાનો Video, જાણો શું કહ્યું
પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોફી પીતા પીતા તેણે વાત કરી છે. તેણે કહ્યું કે, “હું અહીં બેસીને કોફી પી રહી છું અને મારા મનમાં એક વિચાર આવ્યો છે કે આપણે લોકો ને કેટલી જલદી જજ કરી લઈએ છીએ. જો આપણે કોઈને તેના કેરેક્ટરથી હટીને એક્ટિંગ કરતા જોઈએ તો આપણે અટકતા નથી.
આપણે તેને ઓબ્ઝર્વ કરતા નથી અને આપણા મનમાં કોઈ સહાનુભૂતિ નથી. આપણે સીધા જજ કરવા લાગી જઈએ છીએ. આપણે નથી જાણતા કે શું થયું છે, આખી ઘટના કે સ્થિતિ પાછળ શું છે. આથી, આવો આપણે ઓછા જજમેન્ટલ બનીએ, વધુ ઓબ્ઝર્વ કરીએ, વધુ સહાનુભૂતિ રાખીએ અને લોકો સાથે ધૈર્ય રાખીએ.”
સામેની વ્યક્તિને જજ કરવા માંડીએ છીએ: નતાશા
નતાશા સ્ટેનકોવિક આ વીડિયોમાં કહે છે કે, “મારા મનમાં એક વિચાર આવ્યો કે લોકો કોઈ બાબતને જાણ્યા વિના અચાનક બીજાને કેવી રીતે ન્યાય આપવા લાગે છે. જ્યારે પણ આપણે કોઈને સહેજ પણ જુદું વર્તન કરતા જોઈએ છીએ.
ત્યારે આપણે તેની પાછળનું કારણ પૂછતા નથી કે સહાનુભૂતિ દર્શાવતા નથી, આપણે ફક્ત આપણી સામેની વ્યક્તિને જજ કરવા માંડીએ છીએ. તેની પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ પણ કરતા નથી.”
ફેન્સે આપી પ્રતિક્રિયા
નતાશા આગળ કહે છે, “હું તે લોકોને કહેવા માંગુ છું કે કૃપા કરીને પહેલા થોડી ધીરજ રાખો. થોડી સહાનુભૂતિ રાખો.” નતાશાના આ વીડિયો પર યૂઝર્સ તરફથી જોરદાર પ્રતિસાદ આવી રહ્યા છે. એક યૂઝરે કહ્યું, “હવે તમે તમારી જાતને નિર્દોષ સાબિત કરવા આવ્યા છો.”
તો બીજા યૂઝરે લખ્યું, “હવે બંધ કરો, બધું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.” આ સિવાય અન્ય એક યૂઝરે લખ્યું, “અહીં સહાનુભૂતિ બતાવવાની જરૂર નથી.” કેટલાક યૂઝર્સ ફની રિપ્લાય આપી રહ્યા છે અને કહે છે, “અમે તમને જજ નથી કરી રહ્યા, અમે તમને ટ્રોલ કરી રહ્યા છીએ.”