Hardik Pandya ની એક્સ વાઇફ પર ચઢ્યો બિકિનીનો ખુમાર, પુલમાં લગાવી આગ
Hardik Pandya : ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર ચર્ચામાં છે. હાલ નતાશા ગોવામાં રજાઓ માણી રહી છે.
અને તેની કિલર સ્ટાઈલ જોઈને આવું લાગતું હતું કે તે કોઈ ફેશન શોમાં હાજર છે. ક્યારેક તેણે સ્વિમિંગ પૂલમાં પોઝ આપ્યો તો ક્યારેક બિકીનીમાં કાતિલ અંદાજમાં ફોટો ક્લિક કરાવ્યો.
Hardik Pandya ની એક્સ પત્ની નતાશાએ તેના ગોવાના વેકેશનના અનેક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તેની સિઝલિંગ સ્ટાઈલ ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે. 32 વર્ષીય આ સર્બિયન મોડલ અને અભિનેત્રીના લુકને લઈ ચર્ચા વધતી રહી છે. ગ્રીન, બ્લેક, અને વ્હાઇટ અલગ-અલગ બિકીનીમાં નતાશાએ સ્વિમિંગ પૂલ પાસે કરાવેલા ફોટોશૂટે તેની હોટનેસને નવું મંચ આપ્યું છે.
નતાશાની આ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ચાહકો તેની સુંદરતા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતાં થાકતા નથી. નતાશાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તે બિકીની શૂટમાં ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સક્ષમ છે.
જો કે, નતાશા અને હાર્દિક પંડ્યાના છૂટાછેડા બાદ નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહી છે. નતાશા તેની રોજની પોસ્ટ્સ અને ગ્લેમરસ લૂકને કારણે હમણાં હેડલાઈન્સમાં રહી છે. એક વીડિયોમાં તો તે બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં સ્વિમિંગ પૂલમાં દેખાઈ છે, જેમાં તેનો બોલ્ડ લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.
View this post on Instagram
નતાશાના આ હોટ અંદાજે યૂઝર્સના ધબકારા વધારી દીધા છે. ગોવાના વૈભવી રિસોર્ટમાંથી શેર કરેલી આ તસવીરોમાં નતાશાનું ટોન્ડ ફિગર ચાહકોને ચોંકાવતું રહ્યું છે.
હકિકતે, આ વર્ષે જુલાઈમાં નતાશા અને હાર્દિક પંડ્યાએ છૂટાછેડાની ઘોષણા કરી હતી. તેમણે ચાર વર્ષના લગ્નજીવન બાદ એક જન્ટલમેને નાં છૂટાછેડાની જાહેરાત કરી હતી, જોકે તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યને સાથે ઉછેરીશે.
આ વચ્ચે, નતાશાનું નામ સર્બિયન મોડલ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક સાથે જોડાઈ રહ્યું છે, અને બંનેના ડેટિંગની અફવાઓ ઘણી વખત ઉઠી છે.
જોકે, હમણાં ચર્ચા છે કે એલેક્ઝાન્ડર હવે બોલિવૂડની અભિનેત્રી દિશા પટનીને ડેટ કરી રહ્યો છે. હાર્દિકનું નામ બ્રિટિશ-ઇન્ડિયન સિંગર જૈસ્મીન વાલિયા સાથે જોડાયું છે, અને બંનેને ગયા મહિને એક જ સ્થળે રજાઓ માણતાં જોવા મળ્યા હતા.