Hema Malini નું વર્ષો પછી ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાનું છલકાયું દર્દ, કહ્યું- મજબૂરી..
Hema Malini : હેમા માલિનીએ કહ્યું હતું, “હું ધર્મેન્દ્રજીને પ્રેમ કરું છું. હું તેમને કેવી રીતે ત્રાસ આપી શકું? હા, તે તેમની પ્રથમ પત્ની અને બાળકો સાથે રહે છે, પણ મને તેનો ક્યારેય ઈર્ષ્યા નથી થતી. હું આટલી નાની બાબતોને લઈને તેમને હેરાન ન કરી શકું.”
Hema Malini અને ધર્મેન્દ્રના પ્રેમના સંબંધને લઈને તેમણે કહ્યું હતું કે, “હું ઈચ્છતી હતી કે અમારો પ્રેમ લાંબો ચાલે. મેં મારી જાતને તેમના રંગમાં ઢાળી દીધી, અને આ જ કારણ છે કે આજે પણ અમારો સંબંધ મજબૂત છે. આ બધું જોઈને ધર્મેન્દ્રજી પણ મને ખૂબ પ્રેમ કરે છે. છેવટે, પ્રેમનો મતલબ એ જ છે કે તમે જેટલું વધુ આપો, તેટલું વધુ તમારી પાસે પાછું આવે.”
76 વર્ષના થયેલાં હેમા માલિનીએ તેમના જન્મદિવસ પર પોતાના નિર્ણયોને લઈને વાત કરી હતી. સુપરસ્ટાર ધર્મેન્દ્રના પ્રેમમાં પડ્યા બાદ હેમા માલિની તેમની કારકિર્દીની ટોચ પર તેમની બીજી પત્ની બનવા માટે તૈયાર થઈ ગયા હતા. આ નિર્ણય પરિવારના કેટલાક સભ્યો માટે કઠિન હતો, પણ હેમા માલિનીએ એમના પ્રેમ માટે આ પડકારનો સામનો કર્યો.
હેમાની માતા જયા ચક્રવર્તી ક્લાસિકલ ડાન્સર બનવા માંગતી હતી, પણ પરિવારની જવાબદારીઓના કારણે તેમનું સપનું અધૂરું રહી ગયું હતું. તેથી જ તેમણે નક્કી કર્યું હતું કે હેમા તેમના અધૂરા સપનાઓને પુરા કરશે. હેમા માલિનીએ નાનપણથી જ ડાન્સમાં પોતાને સમર્પિત કરી દીધું અને 11મા ધોરણ પછી અભ્યાસ છોડીને ક્લાસિકલ નૃત્ય શીખવામાં લાગી ગઈ.
હેમાએ જણાવ્યું હતું કે, “માતાના સપનાને સાકાર કરવા માટે હું શીખી રહી હતી. જો કે, હું બીજા બાળકોની જેમ રમી શકતી ન હતી કે આઝાદીથી જીવી શકતી ન હતી, પણ આ જ કારણે હું ‘ડ્રીમ ગર્લ’ બની.”
હેમા માલિનીએ પહેલીવાર ધર્મેન્દ્રને એક ફિલ્મના પ્રીમિયરમાં જોયા હતા, અને તેમને જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. હેમાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે ધર્મેન્દ્ર જેવો સુંદર વ્યક્તિ આજે સુધી ક્યારેય જોયો ન હતો. આ જોડી પહેલીવાર 1970માં આવેલી ફિલ્મ ‘તુમ હસીં મેં જવાન’માં સાથે જોવા મળી હતી. ત્યાર બાદ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું.
શરૂઆતમાં હેમા માત્ર ધર્મેન્દ્ર તરફ આકર્ષિત હતી. તે ધર્મેન્દ્ર જેવો જીવનસાથી ઈચ્છતી હતી, પરંતુ લગ્ન કરવા વિશે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ લાંબા સમય સુધી સાથે કામ કરતા અને સમય વિતાવતા, તેઓ એકબીજાની નજીક આવી ગયા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા.
જ્યારે હેમાના પરિવારને તેના અને ધર્મેન્દ્રના સંબંધ વિશે જાણ થઈ, તો તેઓ ગુસ્સે થઈ ગયા, કારણ કે ધર્મેન્દ્ર પહેલેથી જ પરણેલા હતા. તેમ છતાં, અંતે હેમા અને ધર્મેન્દ્રના લગ્ન થઈ જ ગયા.
લગ્ન બાદ હેમા માલિનીએ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. લોકોને લાગતું હતું કે હેમાએ ધર્મેન્દ્રની પ્રથમ પત્નીના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. આ બધાં ટોણા અને ટીકા વચ્ચે પણ હેમા માલિની પોતાના નિર્ણય પર મક્કમ રહી, અને ધર્મેન્દ્ર સાથેનો સંબંધ સારી રીતે જાળવી રાખ્યો. આજે પણ તેમનો સંબંધ મજબૂત અને અતૂટ છે.
હેમા માલિની અને ધર્મેન્દ્રને બે દીકરીઓ છે, ઈશા દેઓલ અને આહાના દેઓલ. ઈશા દેઓલને ફિલ્મોમાં તોખાર મળ્યો હતો, પરંતુ તેણે 2012માં બિઝનેસમેન ભરત તખ્તાનિ સાથે લગ્ન કર્યા. આ દંપતીને બે પુત્રીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ઈશા અને ભરતના છૂટાછેડા થઈ ગયા છે.
આહાના દેઓલે 2014માં વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર અને બે પુત્રીઓ છે. હેમા માલિનીના પૌત્રનું નામ ડેરિયન વોહરા છે.
વધુ વાંચો: