Hrithik Roshan નું 2-વર્ષમાં જ થયું બ્રેકઅપ, જાણો શું છે સમગ્ર મામલો?
Hrithik Roshan : બોલીવુડના ફેમસ એક્ટર Hrithik Roshan ઘણીવાર પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. સુઝેન ખાન સાથે છૂટાછેડા પછી, તે એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો હતો. છેલ્લા બે વર્ષથી આ જોડીને ફેન્સ તરફથી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
રિતિક અને સબાનું બ્રેકઅપ
પરંતુ થોડા સમયથી રિતિક રોશન અને સબા આઝાદના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં છે, જેને કારણે ફેન્સ પણ ચિંતામાં છે. હવે બધા લોકો આ વિચારી રહ્યા છે કે આ બંને વચ્ચે એવું શું થયું કે તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા. રિતિકને છેલ્લા ઘણા સમયથી મોટી ઈવેન્ટ્સમાં એકલા જ જોવા મળે છે.
રિતિક એકલો જોવા મળ્યો
અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પ્રસંગે પણ રિતિક એકલો જ જોવા મળ્યો હતો. ફરાહ ખાનની માતાના મૃત્યુ પ્રસંગે પણ તે એકલો જ શ્રદ્ધાંજલિ આપવા આવ્યો હતો.
થોડા સમય પહેલા, સબા આઝાદે પણ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે રિતિક રોશન સાથેના સંબંધને કારણે તેને કામ મળી રહ્યું નથી.
શા માટે થયું બ્રેકઅપ?
સબા આઝાદના મતે, જ્યારેથી રિતિક તેના જીવનમાં આવ્યો છે, ત્યારે થી ઘણા લોકો તેને કામ આપવાનું બંધ કરી દીધું છે. આ પોસ્ટ બાદ એવા સમાચાર આવવા લાગ્યા કે રિતિક અને સબાનું બ્રેકઅપ થઈ ગયું છે.
વર્ષ 2022માં, આ જોડીએ ઓફિશિયલી તેમના સંબંધોને સ્વીકાર્યા હતા. ફેન્સ સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે માત્ર 2 વર્ષમાં જ આ બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે શક્ય છે કે રિતિકએ જ સબાને તેનાથી દૂર રહેવાની સલાહ આપી હોય, જેથી તે પોતાનું કામ પાઈ શકે.
આ પહેલા પણ રિતિક અને સબાના બ્રેકઅપની ચર્ચાઓ ચાલી હતી, પરંતુ પછી બંનેએ પાછા સાથે આવીને આ અફવાઓને નકારી કાઢી હતી.
વધુ વાંચો: