Hrithik Roshan ની એક્સ વાઈફે અને ગર્લફ્રેન્ડ સાબાએ એકસાથે પાર્ટીમાં કર્યા જલસા..
Hrithik Roshan : Hrithik Roshan તેની એક્સ પત્ની સુઝેન ખાન સાથે અલગ થઈ ગયો છે. આ પ્રેમી પંખીડાઓ પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા. રિતિક રોશન તેની એક્સ પત્ની સુઝેન ખાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. અને છૂટાછેડાના થોડાક સમય પછી હૃતિક રોશન અભિનેત્રી અને ગાયિકા સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.
હૃતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા થયા પછી પણ તે લોકો સારા મિત્રો છે. બંને દરેક પાર્ટીમાં એકસાથે હાજરી આપે છે. ઋત્વિકની એક્સ પત્ની સુઝેન ખાન અને હાલની ગર્લફ્રેન્ડ સબા આઝાદનો એક સાથે પોઝ આપતો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સુઝેન અને સબાની એકસાથે તસવીર
સુઝૈન ખાન તેના ઈન્સ્ટાગ્રામ પર તેના એક્સ બોયફ્રેન્ડ હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. હૃતિક રોશન અને સુઝેન ખાનના દીકરા રેહાન રોશનનો કાલે 18મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ પાર્ટીમાં સબા ખાનએ પણ હાજરી આપી હતી. બંનેએ સાથે ખૂબ જ મસ્તી પણ કરી હતી. હૃતિક રોશન તેના દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા માટે તેના પરિવાર સાથે ગોવા ગયો હતો.
સબાને પ્રેમથી ડાર્લિંગ કહે છે સુઝૈન
આ તસવીરમાં સબા અને હૃતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન એકબીજાને ગળે લગાડતા જોવા મળે છે અને કેપ્શન એવું લખવામાં આવ્યું છે: “તારા એટલા બધા પ્રેમ અને સનસાઈન માટે આભાર, પ્રિય સાબુ.” સુઝેન ખાન પ્રેમથી તેના એક્સની ગર્લફ્રેંડને ડાર્લિંગ કહે છે.
ફેન્સ જોઈને ચોકી ગયા
સોશિયલ મીડિયા યુઝર્સ સુઝેન અને સબાના ફોટા જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, “મૂવ ઓન હો તો ઐસા એક્સ વાઈફ ઔર ગર્લફ્રેન્ડ દોસ્ત”, જ્યારે બીજા યુઝરે લખ્યું, “વાહ હૃતિક રોશન બંનેને જોઈને ખૂબ ખુશ થશે.”
ગોવામાં હતી પાર્ટી
સુઝૈન ખાન અને હૃતિક રોશનએ તેમના પુત્ર રેહાન રોશનનો 18મો જન્મદિવસ 28 માર્ચે ગોવામાં ઉજવ્યો હતો, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. પાર્ટીમાં રોશન પરિવારના અન્ય સભ્યો પણ સામેલ થયા હતા. અને કેટલાક મિત્રોએ પણ હાજરી આપી હતી.
હૃતિક-સુઝેનની લવ સ્ટોરી
પહેલીવાર 12 વર્ષની ઉંમરે હૃતિકને તેની પાડોશીમાં રહેતી સુઝેન ખાન સાથે પ્રેમ થઈ ગયો હતો. હૃતિકની જેમ સુઝેન ખાન પણ એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે અભિનેતા સંજય ખાનની પુત્રી છે. હૃતિક તે સમયે સુઝેન સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી શક્યો ન હતો.
પરંતુ તેણે તેની લાગણી તેના સૌથી નજીકના મિત્ર ઉદય ચોપરાને જણાવી અને કહ્યું કે તે સુઝેન સાથે લગ્ન કરવા માંગે છે. તે દરમિયાન બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. થોડા વર્ષો પછી સુઝેન ખાન અને હૃતિક રોશન ફરી એક વાર મળ્યા. બંનેની મુલાકાત શરૂ થઈ અને લવ સ્ટોરી ત્યાંથી આગળ વધી.
હૃતિક-સુઝેનના છૂટાછેડા
હૃતિક અને સુઝેન ખાન એ 13 ડિસેમ્બર, 2013 ના રોજ છૂટાછેડા લીધા. તેમનું લગ્નઃ જીવન 17 વર્ષ ચાલ્યું. હૃતિકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સુઝેને મારાથી અલગ થવાનો અને અમારા 17 વર્ષ જૂના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમારા પુરા પરિવાર માટે આ અત્યંત તણાવપૂર્ણ સમય છે.