Isha Ambani રાજસ્થાનના આ નાનકડા ગામની છે વહુ, નિભાવે છે તમામ રિતરિવાજો
Isha Ambani : આનંદ પીરામલ, પીરામલ ગ્રુપના સંસ્થાપક સેઠ પીરામલના પ્રપૌત્ર અને અજય પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ મૂળ રાજસ્થાનના ઝુંઝુનૂના બગડ ગામના રહેવાસી છે.
ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિની દીકરી Isha Ambani હવે આ ગામની વહૂ બનશે. આ પણ નક્કી છે કે લગ્ન પછી તેઓ ત્યાં જરૂરથી જશે, કેમકે પીરામલ પરિવારનું આ પૈતૃક ગામ છે. બગડ એક નાનું નગર છે, પરંતુ અહીંની હવેલીઓ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
અંબાણી અને પીરામલ પરિવારની મિત્રતા 2 દાયકાથી વધુ જૂની છે, જે હવે સંબંધીમાં બદલાઈ રહી છે. 67 હજાર કરોડથી વધુના પીરામલ બિઝનેસ એમ્પાયરની શરૂઆત 1920માં થઇ હતી.
પહેલા વિશ્વયુદ્ધ પછી અજય પીરામલના દાદા સેઠ પીરામલ ચતુર્ભુજ મખારિયા 50 રૂપિયા લઇને રાજસ્થાનના બગડ નગરમાંથી બોમ્બે આવ્યા હતા.
બગડ નગરમાં આજે પણ પીરામલ ગ્રુપના પૂર્વજોની હવેલી છે. અહીંની હવેલીઓ ઘણી પ્રખ્યાત છે, પરંતુ પીરામલ હવેલીની વાત કંઇક અલગ જ છે. અંદરની વાસ્તુકલા ઘણી ભવ્ય છે.
માનવામાં આવે છે કે આ હવેલીને અત્યારે હોટલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં ટૂરિસ્ટ આવીને રહી શકે છે. આ પૂર્વજોની હવેલી આજે પણ પીરામલ ગ્રુપની નજીક છે.
રાજસ્થાનમાં મોટા-મોટા સેઠ સાહુકારો અને ધનાઢ્ય વ્યક્તિઓએ તેમના નિવાસ માટે વિશાળ હવેલીઓનું નિર્માણ કરાવ્યું હતું. આ હવેલીઓ બહુમાળી છે. હવેલીઓ અતિ ભવ્ય, વાસ્તુ-કલાની દ્રષ્ટિએ ભિન્નતા સાથે કલાત્મક છે.
ઝુંઝુનૂના નગરમાં આવેલી વિશાળ હવેલીઓ આજે પણ વાસ્તુ-કલાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. રાજસ્થાનની હવેલીઓ તેમની બાલકની, દરવાજા અને બારીઓ પરની બારીક અને ઉમદા નકશીકામ અને તેમના પર ઉભરેલા ચિત્રો માટે પ્રસિદ્ધ છે.
ઇતિહાસના જાણકારોના અનુસાર, પંદરમી સદી (1443)થી અઢારમી સદીના મધ્ય, એટલે કે 1750 સુધી આ વિસ્તારમાં શેખાવત રાજપૂતોનું શાસન હતું. ત્યારે તેમનું સામ્રાજ્ય સીકરવાટી અને ઝુંઝનૂવાટી સુધી હતું.
શેખાવત રાજપૂતોના શાસનવાળા વિસ્તારને શેખાવાટી કહેવાતું હતું, પરંતુ ભાષા-બોલી, રહેન-સહન, ખાણી-પીણી, વેશભૂષા, અને સામાજિક-સાંસ્કૃતિક રીતિ-રીવાજો એકસરખા હોવાના કારણે ઝુંઝુનૂ અને ચૂરૂ પણ શેખાવટીનો ભાગ ગણાતા.
ઇતિહાસકાર સુરજનસિંહ શેખાવતના પુસ્તક ‘નવલગઢના સંક્ષિપ્ત ઇતિહાસ’ની ભૂમિકામાં લખ્યું છે કે રાજપૂત રાવ શેખાએ 1433થી 1488 સુધી અહીં શાસન કર્યું હતું.
ઝુંઝુનૂમાં ટીબડેવાલાની હવેલી તથા ઇસરદાસ મોદીની હવેલી તેમના શિલ્પ વૈભવના કારણે અલગ દેખાય છે. ઝુંઝુનૂમાં સાગરમલ લાડિયા, રામદેવ ચૌખાણી તથા રામનાથ ગોયનકાની હવેલી, ઝુંઝુનૂમાં શેઠ લાલચંદ ગોયનકા, મુકુંદગઢમાં સેઠ રાધાકૃષ્ણ તથા કેશર દેવ કાનોડિયાની હવેલીઓ, ચિડાવા બાગડિયાની હવેલી, ડાલમિયાની હવેલી, મહનસરની સોના-ચાંદીની હવેલી, શ્રીમાઘોપુરમાં પંસારીની હવેલી, લક્ષ્મણગઢ કેડીયા તથા રાઠીની હવેલી પ્રસિદ્ધ છે.