અજય દેવગનની ઓનસ્ક્રીન પુત્રીએ પુત્રને જન્મ આપ્યો, લગ્નના 6 વર્ષ બાદ ઈશિતા અને વત્સલ બન્યા માતા-પિતા
આખરે એ દિવસ આવી ગયો જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ ‘દ્રશ્યમ’માં અજય દેવગનની પુત્રી બનનાર ઈશિતા દત્તાએ પુત્રને જન્મ આપ્યો છે. અભિનેતા વત્સલ સેઠ અને ઈશિતાએ લગ્નના 6 વર્ષ બાદ તેમના પ્રથમ સંતાનનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ તેના જીવનનો સૌથી સુંદર તબક્કો સારી રીતે માણ્યો હતો, તે પ્રશંસકોને દરેક ક્ષણે પ્રેગ્નન્સી સંબંધિત દરેક અપડેટ આપતી હતી.
દંપતી નાના મહેમાન વિશે ખૂબ જ ખુશ છે. ETimes ના સમાચાર અનુસાર, તેણે 19 જુલાઈએ એક પુત્રને જન્મ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે માતા અને બાળક બંને સ્વસ્થ છે અને તેઓ શુક્રવારે હોસ્પિટલથી ઘરે જઈ શકે છે. જોકે, ઈશિતા અને વત્સલ તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ આ સમાચારથી ફેન્સ ખૂબ જ ખુશ છે.
પોતાની આખી પ્રેગ્નેન્સી દરમિયાન ઈશિતા દત્તા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જોડાયેલી હતી, આ દરમિયાન તેને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દંપતી તેમના પ્રથમ સંતાનને લઈને ખૂબ જ ખુશ છે.
ઈશિતા અને વત્સલ 28 નવેમ્બર 2017ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ ટીવી સીરિયલ ‘રિશ્તોં કા સૌદાગરઃ બાઝીગર’માં સાથે કામ કર્યું હતું. શોના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ પછી તેઓએ તેમના સંબંધોને લગ્ન નામ આપ્યું. આ વર્ષે 31 માર્ચે તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.