લગ્ન વિના જ Janhvi Kapoor તેના બોયફ્રેન્ડ સાથે હનીમૂન પર પહોંચી, જુઓ તસવીરો
Janhvi Kapoor : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ઇટાલીમાં ક્રૂઝ પર પ્રી-વેડિંગ સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે, પરંતુ હજુ પણ તસવીરો આવી રહી છે અને બધાનું ધ્યાન ખેંચી રહી છે.
જાહ્નવી કપૂરે હાલમાં જ તેના યુરોપ ટૂરના કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં તે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે મસ્તી કરતી જોવા મળી હતી. જાહ્નવીએ કેપ્શનમાં આભાર માન્યો અને લખ્યું- “મારા માટે આ ખૂબ જ સારો વીકેન્ડ હતો.”
જાહ્નવી ખુશીથી તેના બોયફ્રેન્ડનો હાથ પકડીને જોવા મળી હતી. શોર્ટ ફ્રોક ડ્રેસમાં તે બેબી ડોલથી ઓછી દેખાતી નહોતી. બીજા ફોટામાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડને પ્રેમથી જોતી જોવા મળી હતી.
શિખર જોરથી હસી રહ્યો હતો. યુરોપની જાહ્નવીની આ તસવીરો જોઈને ઓરી પણ તેના વખાણ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળી હતી.
અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે ઘણા વર્ષોથી શિખર પહાડિયાને પસંદ કરી રહી છે અને અનેકવાર તેમની સાથે જોવા મળે છે. જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ રોમાન્સ કરતી નજરે પડે છે. તાજેતરમાં આ બંને ફરીવાર ચર્ચામાં આવ્યા છે.
જાહ્નવી કપૂરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ “મિસ્ટર એન્ડ મિસિસ માહી” લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને બૉલીવુડમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ રાવનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.
મોટી સંખ્યામાં લોકો થિયેટરમાં આ ફિલ્મ જોવા આવી રહ્યા છે અને જાહ્નવી કપૂરને ખૂબ પ્રેમ અને સહકાર આપી રહ્યા છે. ફિલ્મની સફળતા માટે જાહ્નવી કપૂરે પોતાના તમામ ચાહકોનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
જાહ્નવી કપૂર હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ રોમાન્સ કરતી જોવા મળી હતી. તેઓ અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શનમાં એકસાથે જોવા મળ્યા હતા, જ્યાં બંને પાર્ટીનો આનંદ માણતા નજરે પડ્યા હતા.
બંનેએ એકસાથે ઘણો સમય વિતાવ્યો અને લંચ, ડિનર અને ડીજે નાઈટ પાર્ટીનો આનંદ માણ્યો હતો. તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે અને લોકોએ મનભરીને લાઈક અને કોમેન્ટ્સ કરી છે.
જાહ્નવી કપૂર અને તેના બોયફ્રેન્ડ હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા અને ઈટાલીની ગલીઓમાં મજા માણી હતી. આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. લોકોએ તેની અંદાજને ખૂબ જ પસંદ કર્યો છે.
એક તસવીરમાં જાહ્નવી કપૂર રેડ અને વાઈટ કોમ્બિનેશન ડ્રેસમાં પોતાનું ફિગર બતાવી રહી છે, જે જોઈને લોકોના પરસેવા છૂટી ગયા હતા. જાહ્નવી કપૂરે પોતાના બોયફ્રેન્ડ સાથે ફ્રાન્સમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો, જ્યાં તે યેલો આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
હાલમાં જાહ્નવી કપૂરની આ તસવીરો અને તેની ફિલ્મ બન્ને ધૂમ મચાવી રહી છે. દરેકને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે અને જાહ્નવીના અભિનયના પણ લોકોએ ખૂબ જ વખાણ કર્યા છે.
આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે, જેમાં જાહ્નવી કપૂરનું ક્રિકેટર બનવાનું સપનું તેમના પતિએ મહેનતથી પૂર્ણ કર્યું હતું. જાહ્નવી કપૂર હવે પોતાની આગામી ફિલ્મ માટે પણ તૈયારી કરી રહી છે અને ટૂંક સમયમાં તે સાઉથની ફિલ્મમાં જોવા મળી શકે છે.
વધુ વાંચો: