Janhvi Kapoor એ બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ? ઉઠ્યા સવાલ..
Janhvi Kapoor : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ સિવાય તેની લવ લાઈફ માટે પણ સતત ચર્ચામાં રહે છે. તે લાંબા સમયથી શિખર પહાડિયાને ડેટ કરી રહી હોવાની વાત ઘણા સમયથી ચર્ચાય રહી છે.
અને હવે આ સંબંધની પુષ્ટિ પણ થઈ ગઈ છે. તાજેતરમાં, Janhvi Kapoor એ જાહેરમાં પોતાના સંબંધોનો ખુલાસો કર્યો છે. અનેક અહેવાલો અનુસાર, જાહ્નવી ટૂંક સમયમાં શિખર સાથે લગ્ન કરી શકે છે. આ બધાની વચ્ચે, એક વિડિયો વાયરલ થતા નવા સવાલો ઉઠી રહ્યા છે.
જાહ્નવી કપૂરે અચાનક સગાઈ કરી?
વાયરલ વિડિયોની સાથે જ આ વાતની અટકળો શરૂ થઈ છે કે Janhvi Kapoor, જે અર્જુન કપૂરની નાની બહેન છે, શિખર પહાડિયાની સાથે સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. હવે લોકો જાણવા ઈચ્છે છે કે શા માટે જાહ્નવી અને શિખરની સગાઈની ચર્ચાઓ જોર પકડવા લાગી છે.
View this post on Instagram
આ વીડિયો માટે વાત કરીએ તો તાજેતરમાં જ જાહ્નવી કપૂર ધર્મા પ્રોડક્શનની ઓફિસની બહાર જોવા મળી હતી. તેણી કેઝ્યુઅલ લુકમાં હતી અને જ્યારે તે તેની કારમાં બેસી રહી હતી, ત્યારે કંઈક એવું થયું કે તે સોશિયલ મીડિયાના ચાહકોમાં તોફાન મચાવી ગયું.
હાથમાં હીરાની વીંટી જોઈને ચર્ચાઓ વધ્યા
આ વીડિયોમાં જાહ્નવીના હાથમાં એક મોટી અને સુંદર હીરાની વીંટી જોવા મળી હતી, જે લોકોનું ધ્યાન ખેંચી ગઈ. ચાહકો અને મિડિયાએ તુરંત આ વીંટીને તેની સગાઈની વીંટી ગણવાનું શરૂ કરી દીધું.
જો કે, આ હીરાની વીંટી જાહ્નવીની રિંગ ફિંગરમાં નહીં પણ બીજી આંગળીમાં હતી. આથી આ વાત સ્પષ્ટ થઈ છે કે જાહ્નવીએ હજી સગાઈ કરી નથી, કારણ કે પરંપરાગત રીતે સગાઈની વીંટી રિંગ ફિંગરમાં પહેરવામાં આવે છે.
અગાઉ પણ આવી છે આવી અફવાઓ
જાહ્નવી કપૂરની સગાઈ અને લગ્ન વિશેની આ પ્રથમ અફવા નથી. અગાઉ પણ તેની સગાઈ અને લગ્નને લઈને અનેકવાર ચર્ચાઓ થઈ છે. ઘણીવાર તો લગ્નની તારીખો અને સ્થળ વિશે પણ અફવાઓ ઉડી છે. આ રીતે ફરી એકવાર આ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
પ્રેમનો અહેસાસ જાહેર કરતી જાહ્નવી
તમે આ પણ જાણતા હશો કે જાહ્નવી કપૂર ઘણીવાર શિખરનાં નામના લોકેટ પહેરીને જોવા મળે છે, જેનાથી ચાહકો તેની લવ લાઈફ અંગે વધુ ઉત્સુક થઈ જાય છે. ચાહકો પણ હવે તેની સગાઈ અને લગ્નના સત્તાવાર ઘોષણાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.