google-site-verification: googlec8654436f05b508b.html

Janhvi Kapoor એ પહેર્યો 8 કરોડનો નેકલેસ અને 42 લાખની ઈયર રિંગ્સ, અંબાણીને ટક્કર..

Janhvi Kapoor એ પહેર્યો 8 કરોડનો નેકલેસ અને 42 લાખની ઈયર રિંગ્સ, અંબાણીને ટક્કર..

Janhvi Kapoor : બોલીવૂડ સ્ટાર્સ તેમના સ્ટાઈલ અને ફેશન સ્ટેટમેન્ટથી ફેન્સને હંમેશા આશ્ચર્યચકિત કરે છે. ધડક ગર્લ જ્હાન્વી કપૂરે આ વખતે કરોડો રૂપિયાની જ્વેલરી પહેરીને દુનિયાના સૌથી ધનવાન અંબાણી પરિવારની મહિલાઓને ટક્કર આપી છે.

Janhvi Kapoor ના ઈયર રિંગ્સની કિંમત જાણી તમે પણ હેરાન રહી જશો. ચાલો, જોઈએ જ્હાન્વીની આ અદ્ભુત જ્વેલરીની ઝલક એક રિપોર્ટ અનુસાર, જ્હાન્વી કપૂરે પહેરેલા આ નાનકડા ઈયર રિંગ્સની કિંમત આશરે 42 લાખ રૂપિયા છે.

સાથે જ, તેણે પહેરેલા નેકલેસની કિંમત લગભગ આઠ કરોડ રૂપિયા છે. જ્હાન્વીનો ગોલ્ડન ગર્લ લૂક ખૂબ જ કાતિલ લાગતો હતો, પરંતુ લોકોને સૌથી વધુ તેની જ્વેલરીએ આકર્ષિત કર્યું.

Janhvi Kapoor
Janhvi Kapoor

જ્હાન્વી કપૂર એ ફેમસ ડિઝાઇનર રિમઝિમ દાદુ દ્વારા ડિઝાઇન કરેલી ગોલ્ડન શિમરી આઉટફિટ પહેરેલી હતી, જે તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહી હતી.

આ લૂક તેની આગામી ફિલ્મ “દેવરા” માટેની મેથડ ડ્રેસિંગનો ભાગ હતો. આ સાથે જ્વેલરીમાં Bvlgariનો ફ્લાવર પેટર્ન નેકલેસ, રિંગ્સ અને ડીવા ડ્રીમ ઈયર રિંગ્સ પહેર્યા હતા. આ ઈયર રિંગ્સની કિંમત 42.16 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

જ્હાન્વી કપૂર નો બીજો એક ગોલ્ડન ગર્લ અવતાર પણ લોકોને બહુ પસંદ આવ્યો હતો. આ વખતે તેણે ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરેલું કસ્ટમ મેડ શિમરી ગાઉન પહેર્યું હતું. આ ગાઉન સાથે પણ જ્હાન્વીએ Bvlgariની જ્વેલરી કેરી કરી હતી.

Janhvi Kapoor
Janhvi Kapoor

જેમાં ગોલ્ડ ચોકર સેટ અને કલરફુલ ડાયમંડ્સ સાથે રેડ ગોલ્ડ Serpenti Viper ઈયર રિંગ્સ સામેલ હતા. આ નેકલેસની કિંમત આશરે આઠ કરોડ રૂપિયા હતી, જ્યારે ઈયર રિંગ્સની કિંમત 9.31 લાખ રૂપિયા હોવાનું અનુમાન છે.

જ્હાન્વીનો આ જ્વેલરી પસંદગી અદ્દલ અંબાણી પરિવારની મહિલાઓ જેવી છે. અંબાણી પરિવારની મહિલાઓ પાસે પણ અનેક મહાન ડિઝાઈનર પીસ અને અમૂલ્ય જ્વેલરી છે, જેણે કરોડો રૂપિયાની કિંમત ધરાવે છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *