Jaya Bachchan તેના પતિ અમિતાભનું નામ સાંભળીને ભડકી, ગુસ્સામાં લાલચોળ..
Jaya Bachchan : અભિનેત્રી જયા બચ્ચન ઉમદા રાજનેતા પણ છે. તેઓ સંસદમાં હંમેશા બિન્દાસ્ત રીતે પોતાની વાત મૂકતા હોય છે. સોમવારે, 29 જુલાઈના રોજ, રાજ્યસભામાં Jaya Bachchan એક બાબતને લઈને લાલચોળ થઈ ગયા હતા.
જ્યારે ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે તેમને “શ્રીમતી Jaya અમિતાભ બચ્ચન” કહીને બોલાવ્યા, ત્યારે જયા બચ્ચન અકળાઈ ગયા હતા. તેમણે સભામાં યાદ અપાવ્યું કે, તેમની ઓળખ તેમના પતિના નામથી સ્વતંત્ર છે.
વાસ્તવમાં, સોમવારે ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે બોલવા માટે તેમનું નામ લીધું, ત્યારે જયા બચ્ચન નારાજ થઈ ગયા હતા.
તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, માત્ર “જયા બચ્ચન” બોલતા તો પૂરતું રહેતું. જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે, તેમનું નામ અધિકારિક રીતે રજિસ્ટર છે, ત્યારે તેમણે આ પ્રથાની આલોચના કરી હતી.
Jaya Bachchan ની કોમેન્ટ વાયરલ થઈ
જયા બચ્ચને કહ્યું કે, “આ જે પણ કોઈ નવી રીત છે, તે મહિલાઓને તેમના પતિના નામથી ઓળખાવે છે. તેમનું ખુદનું કોઈ અસ્તિત્વ નથી. શું તેમની કોઈ ઉપલબ્ધિ નથી? આ જે પણ નવું શરૂ કરાયું છે, હું બસ…”
સપોર્ટમાં ઉતર્યા ફેન્સ
રાજ્યસભામાં જય બચ્ચનની આ કોમેન્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ અને તેના પર ઓનલાઈન લોકો કોમેન્ટ કરી રહ્યા છે. અનેક લોકોએ આ વાતના વખાણ કર્યા છે.
Watch: “It’s a very painful incident and we should not bring politics into the matter,” says Samajwadi Party MP Jaya Bachchan on the death of the UPSC student in Old Rajinder Nagar pic.twitter.com/4928QcZoNS
— IANS (@ians_india) July 29, 2024
એક ચાહકે લખ્યું કે, “તમે એક સામાન્ય ભારતીય સિરિયલ જેવા છો.” બીજાએ કહ્યું કે, “આ છોકરીએ તેમના સંબંધો બગાડ્યા હોવાની પુષ્ટિ કરી છે.” એકે તો એવું પણ કહ્યું કે, “શ્વેતા હંમેશાથી ઐશ્વર્યાથી ઈર્ષ્યા કરે છે.” હંમેશા આ વાતો ઉઠાવવામાં આવી છે
કે શ્વેતા બચ્ચનના કારણે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો બગડ્યા છે. જો કે, ઘણા લોકોનું માનવું છે કે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે પણ ખાસ બોન્ડિંગ નથી અને કદાચ આ જ કારણ છે કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.
પૌત્રી નવ્યા નંદાએ જયા બચ્ચનના વખાણ કર્યા હતા
જયા બચ્ચનની આ ટિપ્પણીથી ફરી એકવાર જાહેર અને વ્યાવસાયિક ક્ષેત્રે મહિલાઓની ઓળખને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. જયા બચ્ચનની પૌત્રી, નવ્યા નવેલી નંદાએ, પોતાની દાદીની શક્તિ અને સ્વતંત્રતા વિશે વાત કરતાં તેમને પોતાની પ્રેરણા ગણાવી હતી.
2021માં હર સર્કલને આપેલા એક ઈન્ટરવ્યુમાં નવ્યાએ કહ્યું હતું કે, “તે એક એવી વ્યક્તિ છે, જે પોતાની ઓળખ બનાવવામાં અને પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. હું તેના વિશે આદર કરું છું. તેમાંથી સૌથી મોટી બાબત એ છે કે તે તેના અવાજનો ઉપયોગ તે વસ્તુઓ માટે કેવી રીતે કરે છે, જે તે જુસ્સાથી કરે છે. તે હંમેશા ખૂબ જ અનફિલ્ટર રહી છે.”