google-site-verification: googlec8654436f05b508b.html

Kareena Kapoor અને સૈફ વચ્ચે થયો ડખો, એક ઘરમાં રહેવા છતાં એકબીજાને..

Kareena Kapoor અને સૈફ વચ્ચે થયો ડખો, એક ઘરમાં રહેવા છતાં એકબીજાને..

Kareena Kapoor : છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અને ક્રિકેટ જગતમાં છૂટાછેડા અને ઝઘડાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમ્યાન તાજેતરમાં Kareena Kapoor એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એક જ ઘરમાં સાથે રહેવા છતાં તે અને સૈફ ઘણા દિવસો સુધી મળી નથી શકતા.

તેમણે સૈફ સાથે કઈ બાબતે ઝઘડો થતો હોવાનું પણ ખુલાસો કર્યો. કરીના કપૂરે 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. હાલ તે તેમની હેપ્પી મેરેજ લાઈફનો આનંદ લઈ રહી છે. દંપતીના તૈમુર અને જેહ નામના બે દિકરાઓ છે.

ઘણી વાર કરીના કપૂર સોશિયલ મીડિયા પર પતિ અને બાળકો સાથેના વેકેશનના ફોટાઓ શેર કરતી રહે છે. તાજેતરમાં, કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે વાત કરતા જણાવ્યું કે, સૈફ સાથે લગ્ન પછી તેનામાં કેટલો બદલાવ આવ્યો છે.

Kareena Kapoor
Kareena Kapoor

કરીના કપૂર એ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ક્યારેક બંનેને એકબીજાને માટે સમય કાઢવો ઘણો મુશ્કેલ બની જાય છે, જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ થાય છે. એક જ ઘરમાં હોવા છતાં પણ, કરીના અને સૈફ ઘણા વખત સુધી એકબીજાને જોઈ નથી શકતા.

આ વર્ષે, સૈફ અને કરીના તેમના લગ્નની 12મી વર્ષગાંઠ ઉજવશે. આ દરમ્યાન, કરીનાએ સાઈડ ઇફેક્ટ વિશે ખૂલીને વાત કરી. તેમણે જણાવ્યું કે, એકવાર સૈફ સવારે 4:30 વાગે આવ્યા અને સીધા સૂઈ ગયા. હું કામ પર જવા નીકળી ગઈ. જાગ્યા પછી સૈફ શૂટિંગ માટે નીકળી ગયા, અને હું બીજા દિવસે બેંગકોક જવાની તૈયારીમાં હતી.

Kareena Kapoor
Kareena Kapoor

અહીં સુધી કે, ઘરમાં હોવા છતાં, અમારા માટે એકબીજાને જોવું મુશ્કેલ બની ગયું છે. ટાઈમ બેલેન્સ કરવું મુશ્કેલ છે, તેથી અમારે સાથે સમય વિતાવા માટે કેલેન્ડરPlaning કરવાની જરૂર પડે છે. કરીનાએ એમ પણ જણાવ્યું કે, મોટાભાગે, કામના કારણે આ ઝઘડા થાય છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *