બેડરૂમમાં Kareena Kapoor અને સૈફ વચ્ચે થાય છે રોજ ઝગડા, બહાર સુધી અવાજ..
Kareena Kapoor : આજે સૈફ અલી ખાનનો જન્મદિવસ છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બૉલિવુડનું એક લોકપ્રિય લકી કપલ છે. આ કપલના ઝગડા અથવા ખટાપટીના ક્યારેય સમાચાર નથી મળતા.
જોકે, આજે તેમના સંબંધને લગતું એક સિક્રેટ સામે આવ્યું છે. સૈફ અને કરીના વચ્ચે પણ નાના-મોટા ઝગડા થાય છે, અને ખાસ કરીને એક બાબતને લઈને રોજ બખેડો થતો રહે છે.
સૈફ અને કરીના કપૂર નું બોન્ડિંગ ખૂબ મજબૂત છે અને તેઓ બૉલિવુડના લવિંગ કપલ્સમાં ગણાય છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેમના લગ્નને 12 વર્ષનો સમય વીતી ગયો છે, છતાં તેમનો પ્રેમ આજે પણ અડગ છે.
ફિલ્મ “ટશન”ના સેટ પર તેમની પ્રેમકથા શરૂ થઈ હતી. પહેલીવાર કરીનાએ જ્યારે સૈફને જોયો, તે શર્ટલેસ સનબાથ લઈ રહ્યો હતો, અને તેની આ અદા કરીનાને ખૂબ ગમી હતી.
કરીના કપૂર એ જણાવ્યું હતું કે, તે સૈફને નાની હતી ત્યાથી ઓળખતી હતી, અને “હમ સાથ સાથ હૈ”ના શૂટિંગ દરમિયાન તે પહેલીવાર નજીકથી મળી હતી. એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ ખુલાસો કર્યો કે, તેમનો પણ કોઈકવાર ઝગડો થાય છે.
સામાન્ય રીતે, આ ઝગડો એસીના ટેમ્પરેચરને લઈને થાય છે. એક ક્રૂ મેમ્બરે પણ કહ્યું કે, પૈસા અંગે ક્યારેય ઝગડો થતો નથી, પણ સમય અને કટોકટીની બાબતો પર બેસતા ન થતા તેઓ લડી પડે છે.
કરીનાએ કહ્યું કે, તેને 20 ડિગ્રી પર એસી ચાલતું ગમે છે, જ્યારે સૈફને 16 ડિગ્રીનો ઠંડકનો આભાસ જોઈએ છે. આ અંગે બંને વચ્ચે ચર્ચા થાય છે અને આખરે નિર્ણય 19 ડિગ્રી પર થાય છે. પરંતુ જ્યારે કરિશ્મા કપૂર તેમના ઘરે આવે છે, ત્યારે એસીનું ટેમ્પરેચર 25 ડિગ્રી પર સેટ થઈ જાય છે.
એસીની બાબતમાં ઝગડો થાય છે
વધુ વાંચો: