Kareena Kapoor ના ભાઈએ દરિયાકિનારે ઘૂંટણિયે બેસીને ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ
Kareena Kapoor : રાજ કપૂરનો દોહિત્ર અને Kareena Kapoor નો ભાઈ એટલે કે બોલિવૂડ અભિનેતા આદર જૈન ટૂંક સમયમાં તેની પ્રથમ ક્રશ અને ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
ગયા વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન આદરે તેની ગર્લફ્રેન્ડ અલેખા સાથેના સંબંધોને જાહેર કર્યા હતા. હવે, બંનેએ સગાઈ કરી લીધી છે.
આદર જૈને દરિયા કિનારે અલેખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આદર અને અલેખાની આ રોમેન્ટિક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તેની સગાઈના ફોટા શેર કર્યા છે.
આદર જૈન અને અલેખા અડવાણીની સગાઈ
આદર જૈન અને અલેખા અડવાણીની તસવીરોમાં તેમનો રોમાન્સ જોવા મળે છે. આદરે અલેખાને દરિયા કિનારે લાઇટ્સથી ઘેરાયેલા હાર્ટ શેપની અંદર પ્રપોઝ કર્યું.
હાર્ટ શેપની પાસે “મેરી મી” લખેલું હતું. વાદળી-સફેદ શર્ટ અને સફેદ પેન્ટમાં સજ્જ, આદરે તેના ઘૂંટણ પર બેસીને અલેખાને પ્રપોઝ કર્યું અને તેને વીંટી પહેરાવી.
અલેખા પીળા રંગના પોશાકમાં સુંદર દેખાઈ રહી હતી. આદરે તેને કિસ પણ કરી. આ રોમેન્ટિક તસવીરોને જોઈને સ્પષ્ટ થાય છે કે બંને એકબીજાને ઘણો પ્રેમ કરે છે.
અલેખા છે આદરનો પહેલો ક્રશ
આ તસવીરોને શેર કરતી વખતે આદર જૈને જણાવ્યું કે, અલેખા તેની ફર્સ્ટ ક્રશ અને બેસ્ટ ફ્રેન્ડ છે. કેપ્શનમાં, તેણે લખ્યું, “મારો ફર્સ્ટ ક્રશ, મારી બેસ્ટ ફ્રેન્ડ અને હવે મારી બધુ જ.” તેણે સાથે રિંગ અને હાર્ટ ઇમોજીસ પણ શામેલ કર્યા.
આ સગાઈ પર તેની કઝીન રિદ્ધિમા કપૂર, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, અંશુલા કપૂર અને શનાયા કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે.
તારા સુતરિયાને ડેટ કરી ચૂક્યો છે આદર
આદર જૈન અલેખા અડવાણી પહેલા તારા સુતરિયાને ડેટ કરતો હતો. વર્ષ 2020માં આદરે તારા સાથેના સંબંધોને જાહેર કર્યા હતા. તારા ઘણીવાર જૈન કે કપૂર પરિવાર સાથે તહેવાર કે ખાસ પ્રસંગે જોવા મળતી હતી.
પરંતુ જાન્યુઆરી 2023માં તારા અને આદરના બ્રેકઅપના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બ્રેકઅપનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. નવેમ્બર 2023માં, આદર પહેલીવાર અલેખા સાથે જોવા મળ્યો હતો.
વધુ વાંચો: