Abhishek Bachchan ને ઐશ્વર્યાએ નહીં આ અભિનેત્રી આપ્યો દગો, 22 વર્ષ બાદ ખુલાસો
Abhishek Bachchan : બોલીવુડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાયના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
કેટલીક અફવાઓ અનુસાર, બંને વચ્ચેના સંબંધોમાં તણાવ જણાઈ રહ્યો છે. આ દરમિયાન, Abhishek Bachchan અને અભિનેત્રી કરિશ્મા કપૂર વચ્ચેના પૂર્વ સંબંધોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ
અભિષેક બચ્ચન એક સમયે કરિશ્મા કપૂરના પ્રેમમાં પડેલા હતા અને બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. તે સમયના બોલીવુડના હોટ કપલ તરીકે ગણાતા અભિષેક અને કરિશ્મા ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના હતા, પરંતુ તે લગ્ન ક્યારેય થઈ શક્યા નહીં.
સુનિલ દર્શનનો ખુલાસો
સુનિલ દર્શન, જેઓએ 2002માં આવેલી ફિલ્મ ‘હા મેં ભી પ્યાર કિયા’નું નિર્માણ કર્યું હતું, તેમણે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરના તૂટેલા સંબંધો વિશે કેટલાક ખુલાસા કર્યા.
સુનિલ દર્શનના જણાવ્યા મુજબ, ફિલ્મના શૂટિંગ દરમિયાન કરિશ્મા અને અભિષેક વચ્ચે અનેક તણાવ જોવા મળ્યો હતો. તે બંને એકબીજાની સાથે ડેટિંગ કરી રહ્યા હતા, પરંતુ તેમના સંબંધોનો હંમેશા કોઈને કોઈ પ્રશ્નો અને અણબનાવનો સામનો કરવો પડતો હતો.
કરિશ્મા કપૂરના અહંકારે બનાવ્યા બાધક
સુનિલ દર્શનના મતે, કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન વચ્ચેના મુખ્ય તણાવનું કારણ કરિશ્માનો અહંકાર અને અભિષેકની કેટલીક આદતો હતી.
કરિશ્માને અભિષેકની કેટલીક આદતો પસંદ ન હતી અને તે સંબંધમાં વધારે દબાણ ઉમેરી રહી હતી. આના કારણે તેમનું બ્રેકઅપ થયું અને બંનેની સગાઈ તૂટી ગઈ.
કરિશ્મા કપૂરે 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાંથી તેમને બે બાળકો પણ થયા, પરંતુ તેમનાં લગ્ન લાંબા સમય સુધી ન ચાલ્યા અને 2016માં બંનેએ છૂટાછેડા લઈ લીધા.