OMG! Karisma Kapoor ના 2 નહીં 5 બાળકો છે, પહેલી દીકરી તો તેના કરતા 7 વર્ષ જ નાની
Karisma Kapoor : બોલિવુડની અભિનેત્રી કરિશ્મા કપૂર હાલમાં “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર” સીઝન 4માં જજ તરીકે જોવા મળે છે. આ શોના તાજેતરના એપિસોડમાં તેણે પોતાના પરિવાર અંગે એક રસપ્રદ વાત ફેન્સ સાથે શેર કરી હતી.
જેનાથી લોકોને અચરજ થયું. કરિશ્મા કપૂર એ કહ્યું કે તેના પાંચ બાળકો છે, જ્યારે લોકોને એ ખબર છે કે તેનાં માત્ર બે જ સંતાન છે. તો પછી, બાકીના ત્રણ બાળકો કોણ છે? ચાલો જાણીએ.
કરિશ્માએ શું કહ્યું?
કરિશ્મા કપૂર એ કહ્યું, “બેબો (કરીના કપૂર) મારી પહેલી પુત્રી જેવી છે. હું એવું કહી શકું છું કે મારા પાંચ બાળકો છે – મારી પોતાની બે સંતાન સમાયરા અને કિયાન, તેમજ મારી બહેન કરીના કપૂર અને તેના બે બાળકો તૈમૂર અને જેહ.”
બીટીએસ (બિહાઇન્ડ ધ સીન) વીડિયોમાં કરિશ્મા કહી રહી હતી કે, “કલાકાર તરીકે આપણે હંમેશા આગળ વધવાનો પ્રયત્ન કરવો પડે છે.
મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું એક સારી ડાન્સર છું, હંમેશા એ જ ઇચ્છા હોય છે કે હું આગળ શું સારું કરી શકું. હું આશા રાખું છું કે મારો આ ડાન્સ હિટ થશે. હંમેશા કંઈક સારું કરવાની કોશિશ રહી છે. જે પણ હું છું, તે મારી મહેનતનું પરિણામ છે.”
કરિશ્મા કપૂર સુપરસ્ટાર રણધીર કપૂર અને બબીતાની પુત્રી છે. તેના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા, અને તેમને બે સંતાન છે – પુત્રી સમાયરા અને પુત્ર કિયાન.
2016માં, કરિશ્માએ પતિ સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા. કરિશ્માની નાની બહેન કરીના કપૂર, જેમણે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે, તેમના પણ બે સંતાન છે – તૈમૂર અને જેહ.
કરિયરની વાત કરીએ તો , કરિશ્મા કપૂરે 1991માં 16 વર્ષની ઉંમરે રોમેન્ટિક ડ્રામા ફિલ્મ “પ્રેમ કેદી”થી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો.
તે પછી તે રાજાબાબુ, અનાડી, અંદાજ અપના અપના, ગોપી કિશન, રાજા હિન્દુસ્તાની, અને “દિલ તો પાગલ હૈ” જેવી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી. તાજેતરમાં તે “મર્ડર મુબારક” નામની મિસ્ટ્રી થ્રિલર ફિલ્મમાં જોવા મળી હતી, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
વધુ વાંચો: