google-site-verification: googlec8654436f05b508b.html

Kinjal Dave એ પોતાના 25માં જન્મદિવસની કરી અનોખી ઉજવણી, એવું તો શું કર્યું કે..

Kinjal Dave એ પોતાના 25માં જન્મદિવસની કરી અનોખી ઉજવણી, એવું તો શું કર્યું કે..

Kinjal Dave : ‘ચાર ચાર બંગડી’ ફેમ અને ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ પોતાની ધૂમ મચાવી રહી છે.

કિંજલ દવેનો ચાહક વર્ગ અત્યંત વિશાળ છે. તાજેતરમાં Kinjal Dave એ પોતાની 25મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવી હતી, જેમાં તેમના ફેન્સે પણ અલગ-અલગ રીતે શુભેચ્છાઓ પાઠવી હતી.

કિંજલ દવેના જન્મદિવસની આ ખાસ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કિંજલે પોતાના જન્મદિવસની ઉજવણી મુક-બધીર શાળામાં કરી હતી. આ પ્રસંગે શેર કરેલા વીડિયો સાથે કિંજલ દવેએ લખ્યું: “બે દિવસ પહેલા મારો 25મો જન્મદિવસ મેં આવા બાળકો સાથે ઉજવ્યો, જે સાંભળી શકતા નથી કે બોલી શકતા નથી.

 

 

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

મને લાગે છે કે ભગવાને આપણા સૌના હૃદયમાં એક અનોખી સંગીતની ધૂન મૂકીને મોકલ્યા છે. હું તો એ જોઈને અજાણતી રહી ગઈ કે કોઈ માણસ સાંભળ્યા વગર પણ પરફેક્ટ બીટ પર ડાન્સ કેવી રીતે કરી શકે!

કાશ આપણે પણ તેમના હૃદયમાં વાગતું સંગીત સાંભળી શકતા હોત! આ જન્મદિવસ મારા જીવનનો સૌથી યાદગાર બની રહેશે. આ બધી બાળકોને દિલથી ધન્યવાદ, જેમણે મને ઈશ્વર સાથે થોડીક વધુ નજીક લાવી દીધી.”

આ વિડીયોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે, અને સૌ કોઈ કિંજલ દવેના આ કાર્યની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *