Anant-Radhika ની ગરબા નાઈટમાં કિંજલ દવેએ લગાવ્યા ચાર ચાંદ, અંબાણી પરિવાર ગરબે ઝૂમ્યો
Anant-Radhika : હાલ, દેશના સૌથી ધનિક અને વિશ્વ સ્તરે સૌથી ધનિકોની યાદીમાં પોતાનું નામ રોશન કરેલા મુકેશ અંબાણીના ઘરમાં લગ્નનો પ્રસંગ આવ્યો છે.
આગામી 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવાના છે. 13 જુલાઈના રોજ આર્શિવાદ સમારંભ અને 14 જુલાઈના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કિંજલ દવેએ ગરબામાં કર્યું લાઈવ પરફોર્મન્સ
ગુજરાતી કલાકાર કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમી ઉઠ્યો, જુઓ વીડિયો#Kinjaldave #anantambani #ambanifamily #anantambaniwedding #garbanight #vtvgujarati pic.twitter.com/gL3C2zUtyp
— ajitsinh Jadejatv (@AJadejatv) July 10, 2024
નીતા અંબાણીનો નવો લુક આવ્યો સામે
ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી કલાકાર કિંજલ દવેએ પરફોર્મ કર્યું હતું. કિંજલ દવેના ગીતોના સૂરે અંબાણી પરિવાર અને મહેમાનોએ ગરબા કર્યા હતા. ગરબામાં હાજર મહેમાનો ગરબે ઝૂમ્યા હતા. આ ગરબાના વીડિયો પણ સામે આવ્યા છે.
રાધિકા મર્ચન્ટના ઘરે થયેલા ગરબા રાસ ફંક્શનથી રાધિકાનો નવો લુક સામે આવ્યો છે. રાધિકાએ એવી વસ્ત્રાધારણ કરી છે કે જેમાં તેઓ Mukesh Ambani ની દીકરી ઈશા અંબાણીને જ કોપી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે રાધિકા એવા ઘાઘરા-ચોળીમાં જોવા મળી છે, જે જોઈને એવું લાગ્યું કે તેમણે ઈશાના અનંતની હલ્દી વાળા લુકને કોપી કર્યો છે.
મલ્ટીકલર ઘાઘરામાં નીતા અંબાણી સુંદર દેખાઈ રહ્યા હતા. કિંજલ દવેએ રાધિકાના ગરબાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે નજરે પડી રહી છે.
મુકેશ અંબાણીએ ક્રીમ કલરનો કુર્તો-ચૂડીદાર અને હાફ જેકેટ પહેર્યું હતું, જ્યારે નીતા અંબાણીએ તોરાની લેબલના દિલ રંગ જીવા ઘાઘરા સેટમાં સુંદર દેખાઈ રહ્યા હતા, જેની કિંમત ઇન્ટરનેટના અનુસાર રૂપિયા 1,35,500 છે.
તેમ છતાં, તેમની ચોલી અને દુપટ્ટાને કસ્ટમ કરીને બનાવવામાં આવ્યા છે. આ સાથે જ, કિંજલ દવેએ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં એક તસવીરમાં કિંજલ દવે અનંત અંબાણી સાથે જોવા મળી રહી છે.
ગરબામાં ડાન્સ કરતા જોવા મળ્યો અંબાણી પરિવાર
અંબાણીના પ્રસંગોમાં દેશ-વિદેશના મોટા મોટા દિગ્ગજ કલાકારો પરફોર્મન્સ કરવા માટે આવ્યા હતા. આ બધા વચ્ચે હવે કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ગુજરાતી ગરબા ક્વીન કિંજલ દવે પણ પરફોર્મન્સ આપવા માટે અંબાણી પરિવારમાં સામેલ થતી જોવા મળી રહી છે. કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેણે આ માહિતી પ્રદાન કરી છે.
કિંજલે શેર કરેલી તસવીરોમાં તે મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે. આ ઉપરાંત, તે અનંત અંબાણી સાથે પણ પોઝ આપતી જોવા મળી છે. કિંજલ એ વિડિઓ પણ શેર કર્યા છે, જેમાં અંબાણી પરિવારના સભ્યો અને મહેમાનો ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે.
કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં તે પર્ફોર્મન્સ આપતી જોવા મળે છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કિંજલ દવે એ કેપશનમાં લખ્યું છે કે, “ગત રાત્રે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મોસાળું અને રાસ ગરબા ફંક્શનમાં પર્ફોર્મન્સ કર્યું. અમારી સાથે રહેવા બદલ ઉદ્યોગપતિઓ અને અંબાણીનો ખૂબ ખૂબ આભાર, તમે લોકો ગુજ્જુઓનું ગૌરવ અને હૃદય છો.”
કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પણ કિંજલ દવેના આ પર્ફોર્મન્સ માટે તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સાથે જ ઘણા લોકો તેને ગુજરાતનું ગૌરવ ગણાવી રહ્યા છે. ચાહકો ઉપરાંત અન્ય સેલેબ્સ પણ કિંજલની આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.
અનંત-રાધિકાના લગ્ન સમારોહ 12 જુલાઈએ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. મુકેશ અંબાણીએ આ ભવ્ય વેડિંગ ફંક્શનની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસથી ટોપ લેવલના ફોટોગ્રાફર્સ અને કેમેરા પર્સનને બોલાવ્યા છે.
એટલું જ નહીં, અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા છે અને આ ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક રાખવામાં આવ્યો છે.
વધુ વાંચો: