MS Dhoni ના સાળા સાથે લગ્ન કરશે આ બોલીવુડ એક્ટ્રેસ? પોસ્ટમાં મળી હિન્ટ
MS Dhoni : બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન તેની પ્રોફેશનલ લાઈફની સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં, સમાચારો છે કે કૃતિ સેનન પ્રેમમાં છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે.
કબીર બહિયાને ડેટ કરી રહી છે કૃતિ સેનન
બહુવિધ રિપોર્ટ્સ મુજબ કૃતિ સેનન MS Dhoni ના બિઝનેસમેન સાળા કબીર બહિયાને ડેટ કરી રહી છે. જો કે, કૃતિ અને કબીરે તેમના સંબંધની ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એક પોસ્ટથી એવું લાગી રહ્યું છે કે તેમણે સોશિયલ મીડિયા પર તેમના સંબંધની પુષ્ટિ કરી છે.
કબીરે કૃતિની પોસ્ટ પર કરી કોમેન્ટ
કબીર બહિયાએ પહેલીવાર કૃતિ સેનનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી છે, જેના કારણે લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે બંને રિલેશનશીપમાં છે.
કૃતિની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
કૃતિ સેનન એ ઈકાના સ્ટેડિયમ ખાતે આયોજિત UP T20 સીઝન 2 ની લોન્ચિંગ ઈવેન્ટમાં તેના શાનદાર પ્રદર્શનનો બીટીએસ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું હતું – “તે એક ‘ડેડલી’ ડાન્સ પર્ફોર્મન્સ હતું, પરંતુ સ્ટેડિયમની ભીડમાં લાઈવ પર્ફોર્મન્સથી મોટું કંઈ નથી!!” કૃતિની આ પોસ્ટ પર ફેન્સે લાઇક અને કોમેન્ટ કરી હતી, જેમાં કબીર બાહિયાની કોમેન્ટ પણ સામેલ હતી.
કબીરની કોમેન્ટનો સ્ક્રીનશોટ થયો વાયરલ
કબીરે કૃતિની પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું – “આઈ એમ ડેડ.” કૃતિએ આ કોમેન્ટ પર લાઈક આપીને જવાબ આપ્યો. આ પછી તેમની ડેટિંગની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે.
કબીરની કોમેન્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, અને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે બંનેએ તેમના સંબંધો ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે.
ફેન્સ કબીરને જીજુ કહીને બોલાવવા લાગ્યા
કૃતિના ઘણા ફેન્સે કબીરને જીજુ તરીકે બોલાવવાનું શરૂ કરી દીધું છે અને તેમના લગ્નની અટકળો પણ વધી રહી છે. એક ફેને કોમેન્ટમાં લખ્યું, “ઘરમાં ભાઈ-ભાભી,” તો બીજા ફેને લખ્યું, “કૃતિને તેનો સોલમેટ મળી ગયો છે.”
કબીર બહિયાનો પરિચય
કબીર બહિયા લંડનમાં રહે છે. તે ખૂબ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, જેમાં તેના પિતા કુજિન્દર બહિયા યુકેના પ્રખ્યાત બિઝનેસમેન છે અને સાઉથોલ ટ્રાવેલના સ્થાપક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કુજિન્દર બહિયાની કુલ નેટવર્થ લગભગ 427 મિલિયન પાઉન્ડ છે.
કબીર અને ધોનીનો સંબંધ
કબીર બહિયા કૃતિ સેનન કરતા લગભગ 9 વર્ષ નાનો છે અને તે એમએસ ધોનીની પત્ની સાક્ષીનો કઝીન ભાઈ છે. કબીર ઘણીવાર એમએસ ધોની સાથે પણ જોવા મળ્યો છે.