Rekha એ આ અભિતેના સાથેના સબંધોને કર્યા જગજાહેર કહ્યું- હું એને પ્રેમ કરું છું..
Rekha : રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધો ક્યારેય ઇન્ડસ્ટ્રીમાંથી છુપાયેલા નથી. મેગાસ્ટાર અને આ અભિનેત્રી વચ્ચેના પ્રેમ સંબંધને લઈને હંમેશા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
જો કે, આ સંબંધનો કોઈ ખાસ અંત આવ્યો ન હતો, પણ એક સમય એવો આવ્યો જ્યારે રેખાએ આ ચર્ચાઓથી કંટાળી જઇને પોતાનું મૌન તોડ્યું હતું.
અફેરની ચર્ચાઓ અને તેનો અસરો
અફવાઓ મુજબ, રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધોને કારણે જયા બચ્ચન સાથેના અમિતાભના સંબંધોમાં પણ તણાવ આવી ગયો હતો. રેખા અને અમિતાભે લગભગ 20થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
આ ફિલ્મોના શૂટિંગ દરમ્યાન તેમના અફેરના સમાચાર ઘણીવાર બહાર આવ્યા અને બોલિવૂડમાં ખૂબ ચર્ચા થઈ. આ સંબંધની ચર્ચાઓ હંમેશા ઇન્ડસ્ટ્રીના હોટ ગોસિપ્સમાં રહી છે.
મૌન તોડી આપેલો જવાબ
એક સમય એવો આવ્યો જ્યારે રેખાએ આ બધાં સમાચારો પર પોતાનું મૌન તોડી નાખ્યું. વર્ષ 2004માં આઇકોનિક શો સિમી ગ્રેવાલને આપેલા ઇન્ટરવ્યુમાં, જ્યારે રેખાને પૂછવામાં આવ્યું કે તે અમિતાભ બચ્ચનને કેટલો પ્રેમ કરે છે, ત્યારે તેણે આ સવાલને ખૂબ જ કૌટિળ અને રાજદ્વારી રીતે જવાબ આપ્યો હતો.
રેખાએ કહ્યું, “આ કેવો ફની સવાલ છે! અમિતાભ બચ્ચનને કોણ ન ગમે?”
તેણે વધુમાં ઉમેર્યું, “હા, એ વાત સાચી છે કે હું વિશ્વની કોઈપણ વસ્તુ કરતાં વધુ પ્રેમ એ વ્યક્તિને કરું છું.” રેખાએ વધુમાં કહ્યું કે, “આ પ્રેમને કોઈપણ રીતે વ્યાખ્યાયિત કરી શકાતો નથી.”
સંબંધ વિશે ખુલાસો
જ્યારે રેખાને પૂછવામાં આવ્યું કે શું તેનો અમિતાભ બચ્ચન સાથે કોઈ અંગત સંબંધ છે, ત્યારે રેખાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “આ સવાલ પોતે જ ખોટો છે. તેમનો અને મારો ક્યારેય અંગત સંબંધ રહ્યો નથી.”
આ રીતે, રેખાએ જાહેર રીતે સ્પષ્ટ કર્યું કે તેમનો અને અમિતાભ બચ્ચનનો સંબંધ માત્ર માધ્યમોના બનાવેલા કિસ્સા હતા, જેનો કોઈ આધાર નહોતો.
વધુ વાંચો: