google-site-verification: googlec8654436f05b508b.html

Malaika Arora અને અર્જુન કપૂરનું થયું બ્રેકઅપ, સામે પણ જોતા નથી એકબીજાની..

Malaika Arora અને અર્જુન કપૂરનું થયું બ્રેકઅપ, સામે પણ જોતા નથી એકબીજાની..

Malaika Arora : મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના ડેટિંગના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. હવે તેમના બ્રેકઅપની ચર્ચા જોરમાં છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

અર્જુન કપૂરના જન્મદિવસે Malaika Arora ન તો તેના ઘરે પહોંચી કે ન તો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી. આ પછી, અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે, જે સમાચારોમાં છે.

આ અહેવાલો વચ્ચે, બંને ઇન્ડિયા કોચર વીક 2024માં ડિઝાઇનર કુણાલ રાવલના ફેશન શોમાં જોવા મળ્યા હતા. પરંતુ બંને એકબીજાને ઇગ્નોર કરતા હોય તેમ જોવા મળ્યા હતા. પાપારાઝીએ શેર કરેલા વીડિયોમાં અર્જુન કપૂર બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો હતો, જ્યારે Malaika Arora સફેદ આઉટફિટમાં જોવા મળી હતી.

Malaika Arora
Malaika Arora

ઈવેન્ટમાં મલાઈકા અને અર્જુન કપૂર દૂર બેઠા હતા. પાપારાઝી Viral Bhayaniએ એક વીડિયો શેર કર્યો છે, જે બાદ મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચારે ફરી જોર પકડ્યું છે.

અગાઉ બંને કોઈ પણ કાર્યક્રમમાં સાથે જ પહોંચતા અને સાથે બેસતા, પરંતુ આ વખતે દ્રશ્ય અલગ હતું. બંને એકબીજા સાથે નહિ પણ થોડા અંતરે બેસતા અને ક્યારેક એકબીજાની અવગણના પણ કરતા.

 

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયો જોયા પછી લોકોએ પ્રતિક્રિયા આપી અને તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી અને કહ્યું કે લાગે છે કે તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. જોકે, અત્યાર સુધી આ કપલે આ બ્રેકઅપના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મલાઈકા અરોરા એ અર્જુનને ઇગ્નોર કર્યો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ફેન અર્જુન સાથે સેલ્ફી લઈ રહ્યો છે ત્યારે મલાઈકા પાછળથી પસાર થાય છે. અર્જુન તેમને ભીડથી બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ મલાઈકા અભિનેતાને સંપૂર્ણપણે ઇગ્નોર કરતી અને આગળ વધતી જોવા મળી રહી છે.

Malaika Arora
Malaika Arora

વિડિયો જોયા બાદ ચાહકો દુ:ખી થયા. આ વીડિયો સામે આવ્યા બાદ હવે ચાહકોએ માનવા માંડ્યા છે કે તેમના બ્રેકઅપના સમાચાર કન્ફર્મ થઈ ગયા છે. વીડિયો જોયા બાદ ઘણા લોકો માની રહ્યા છે કે વાતચીતનો અભાવ અને તેમની વચ્ચે અંતર બ્રેકઅપના સ્પષ્ટ સંકેતો છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *