Malaika Arora છે મુશ્કેલ પરિસ્થિતિમાં, છતા અર્જુન કપૂરે મુક્યો લગ્નનો પ્રસ્તાવ
Malaika Arora : મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનને 11 દિવસ વીતી ગયા છે, પરંતુ પરિવારનું દુઃખ હજી પણ યથાવત છે.
સોમવારે મલાઈકાએ અને તેના પરિવારજનોએ મલાઈકાના સ્વર્ગસ્થ પિતાની આત્માને શાંતિ મળે તે માટે ગુરુદ્વારામાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે Malaika Arora ખૂબ જ ઉદાસ અને ભાવુક જોવા મળી હતી. મલાઈકાનું દુઃખ વહેંચવા માટે તેના કથિત બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ હાજર રહ્યો.
અર્જુન કપૂરે મલાઈકાને આ કપરા સમયગાળામાં સતત હિંમત આપી છે. પિતાના અવસાન પછી અર્જુન તેને સતત સંબાળતો અને સાથ આપતો જોવા મળ્યો છે. પ્રાર્થના સભામાં પણ તે મલાઈકા સાથે હાજર હતો.
ઉપરાંત, મલાઈકા અરોરા ની નજીકની મિત્ર કરીના કપૂર ખાન પણ ત્યાં પહોંચી હતી અને મલાઈકાને સમર્થન આપતી જોવા મળી હતી. આ પ્રસંગે કરીના અને અર્જુન કપૂર બંને ગુરુદ્વારામાંથી બહાર નીકળતા નજરે ચડ્યા. સુઝૈન ખાન પણ પ્રાર્થના સભામાં હાજર હતી.
મલાઈકાનો પરિવાર હજુ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. પ્રાર્થના સભા દરમિયાન મલાઈકા અને તેની માતા બંને ખૂબ જ ભાવુક થયા હતા.
11 સપ્ટેમ્બરના રોજ તેમના પિતાનું નિધન થયું હતું, અને આ દુઃખને મલાઈકા હજી પણ ઉજવી રહી છે. પ્રાર્થના સભામાં તે તેના સગાં-મિત્રો સામે હાથ જોડતી જોવા મળી હતી, અને તેના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી.
અનિલ મહેતાએ લાંબા સમયથી ચાલતી બીમારીથી પરેશાન થઈને આત્મહત્યા કરી હતી. તેઓ મલાઈકા અને અમૃતાની માતા, જોયસ પોલીકાર્પ સાથે મુંબઇમાં રહેતા હતા, જેમણે ભલે છૂટાછેડા લઇ લીધા હતા, પરંતુ તેઓ છેલ્લાં કેટલાંક સમયથી ફરી સાથે રહેતા હતા.
View this post on Instagram
આ દુઃખદ સમાચાર સાંભળીને સૌથી પહેલા મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન પહોંચી ગયા હતા. અરબાઝ ખાને શરૂઆતથી લઈ મલાઈકાના પિતાની અંતિમ વિદાય સુધી મલાઈકા અને પરિવાર સાથે હાજરી આપી.
આ સમયે સલીમ ખાન, માતા સલમા, સોહેલ, અર્પિતા, અલવીરા અને સલમાન ખાન પણ શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. આ સાથે બોલીવૂડમાંથી મલાઈકા અને તેના પરિવારના નજીકના મિત્રો પણ આ દુઃખની ઘડીમાં સાથે જોવા મળ્યા.
11 સપ્ટેમ્બર, 2024ના રોજ તેના પિતાના દુઃખદ નિધન બાદ મલાઈકા અરોરા ધીમે ધીમે પોતાને સંભાળવાની કોશિશ કરી રહી છે. આ મુશ્કેલ સમય દરમિયાન તેણે પોતાના પરિવાર અને નજીકના મિત્રો પર આધાર રાખ્યો છે. 11 દિવસ બાદ, અર્જુન કપૂર સાથેના તેમના સંબંધો વિશે આશાના સંકેતો ફરી જોવા મળ્યા છે.
મલાઈકા અને અર્જુનના ઉંમર તફાવતને લઈને ઘણી ચર્ચાઓ થતી હોવા છતાં, બન્નેએ જાહેરમાં પોતાના પ્રેમને સ્વીકાર્યો છે. તાજેતરમાં, બ્રેકઅપની અફવાઓ ફેલાતાં ચાહકો નિરાશ થયા હતા, કારણ કે ઘણા લોકો એમ વિચારી રહ્યા હતા કે મલાઈકા અને અર્જુનનો ભવિષ્ય એક સાથે જ હશે.