50ની ઉંમરમાં Malaika Arora એ બિકિનીમાં આપ્યા પરસેવો છૂટી જાય એવા પોઝ..
Malaika Arora : મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વીન તરીકે ઓળખાય છે. 50 વર્ષની ઉંમરે પણ તે તેના ટોન ફિગરથી યુવા અભિનેત્રીઓને માત આપે છે.
હાલમાં મલાઈકા અરોરા માલદીવમાં વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલમાં બિકીની પહેરીને પોઝ આપતી તસવીરો શેર કરી છે.
અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરાના બ્રેકઅપની અફવાઓ ઘણાં સમયથી ફેલાઈ રહી છે. સાથે જ આ કપલ હવે સાથે જોવા મળતું નથી.
આ બધાની વચ્ચે મલાઈકા અરોરા પોતાની લાઈફ એન્જોય કરી રહી છે અને વેકેશન પર પણ જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ મિત્રો સાથે ઇટાલીમાં વેકેશન માણ્યું હતું.
હવે તે માલદીવ પહોંચી ગઈ છે. મલાઈકાએ માલદીવ વેકેશન ડાયરીમાંથી તેની કેટલીક ગ્લેમરસ તસવીરો પણ શેર કરી છે જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવના વેકેશનની તસવીરો શેર કરી છે. એક તસવીરમાં અભિનેત્રી બિકીની પહેરીને પૂલમાં મજા માણતી જોવા મળે છે.
બીજી તસવીરમાં મલાઈકા બાથરોબમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં અભિનેત્રી સનસેટને એન્જોય કરતી જોવા મળે છે. મલાઈકા માલદીવમાં ખૂબ જ મસ્તી કરી રહી છે.
આ તસવીરમાં અભિનેત્રી સફેદ રંગનો શર્ટ અને બેગ લઈને જોવા મળી રહી છે. તેને કાળા સનગ્લાસ પણ પહેર્યા છે અને ટોપ બન બનાવ્યો છે. તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે.
આ ફોટોમાં અભિનેત્રી તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હાલમાં મલાઈકાની આ માલદીવ વેકેશનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
વધુ વાંચો: