Malaika Arora ના છોકરાએ કાકા સલમાન ખાનની જાહેરમાં પીટાઈ કરી, કારણ જાણી દંગ..
Malaika Arora : બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોડા હાલ બહુ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. મલાઈકાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કરી હોવાની દુખદ ઘટના સામે આવી છે.
જેના કારણે મલાઈકાનો આખો પરિવાર તૂટી ગયો છે. પરંતુ આ દુઃખદ ઘડીમાં ના Malaika Arora એક્સ પતિ અરબાઝ ખાન અને તેનો આખો પરિવાર મલાઈકાના સાથ છે.
આ દરમ્યાન, સલમાન ખાનનો એક જૂનો ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કહ્યુ હતું કે કેવી રીતે મલાઈકા અરોરા નો પુત્ર અરહાન તેમને મલાઈકાનો દુશ્મન માને બેઠો હતો.
સલમાનને માનતો હતો દુશ્મન
સલમાન ખાનની ફિલ્મ “દબંગ” વર્ષ 2010માં રિલીઝ થઈ હતી, જેમાં મલાઈકા અરોડાનું આઈટમ સોંગ “મુન્ની બદનામ હુઈ” ખૂબ જ પ્રખ્યાત થયું હતું. આ ફિલ્મમાં અરબાઝ ખાને પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ફિલ્મમાં સલમાન ખાનનો એક સીન હતો, જેમાં તે અરબાઝ ખાનની પિટાઈ કરે છે. આ સીન દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો અને તે થિયેટરમાં સીટીઓ અને તાલીઓથી સન્માનિત થયો હતો.
જો કે, આ સીન જોયા બાદ મલાઈકા અરોડાનો પુત્ર, અરહાન, ખૂબ નારાજ થઈ ગયો હતો અને તેણે સલમાન ખાનને પોતાનો દુશ્મન ગણી લીધો હતો.
સલમાનની પિટાઈ અંગે અરહાનનો રિએક્શન
આ ઘટના વિશે ખુદ સલમાન ખાને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “જ્યારે અરહાને ફિલ્મમાં તે સીન જોયો જેમાં મેં અરબાઝને માર્યો, તો તે રડતો રડતો મારી પાસે આવ્યો અને મને મારવાનું શરૂ કરી દીધું. તે મને કહી રહ્યો હતો, ‘તમે મારા પપ્પાને કેમ માર્યા?’ તેણે મને ખૂબ જોરથી માર્યું.”
સલમાન ખાને આગળ કહ્યું કે, “બાદમાં મેં અરહાનને ગળે લગાવ્યો અને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. તે પછી, મેં અરબાઝને બોલાવ્યો, જેણે પણ અરહાનને ગળે લગાવ્યો, અને તેથી તે શાંત પડ્યો.”
આ મજેદાર અને પ્રેમાળ ક્ષણ દર્શાવે છે કે સલમાન અને અરબાઝ બંને માટે તેમના ભત્રીજા અરહાન સાથેનો સબંધ કેટલી હદ સુધી ગાઢ છે, અને તેમનો પરિવાર કઈ રીતે મુશ્કેલ સમયમાં પણ એકબીજાના સાથ છે.