Malaika Arora ના સોતેલા પપ્પા હતા અનિલ મહેતા, પહેલા પતિ સાથે છૂટાછેડા..
Malaika Arora : બોલીવુડની જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા માટે દુ:ખદ સમાચાર આવ્યા છે, કારણ કે તેના સાવકા પિતા અનિલ મહેતાએ આકસ્મિક રીતે આત્મહત્યા કરી લીધી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શોકમાં મૂક્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરની છત પરથી અનિલ મહેતાએ છલાંગ લગાવી દીધી હતી.
આ સમયે Malaika Arora પૂણેમાં હતી, પરંતુ આ દુઃખદ સમાચાર મળતાં જ તે તાત્કાલિક મુંબઈ પહોંચી ગઈ હતી. અગાઉની રાત્રે મલાઈકાએ તેના પિતા સાથે છેલ્લી વાર મુલાકાત કરી હતી.
ઘટનાના થોડા સમય પહેલા મલાઈકા આરામથી પોતાના પિતાને મળવા ગઈ હતી, જેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા અરોરા ના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તેના સાથે મલાઈકાનો પાળતુ કુતરું પણ આ વિડિયોમાં નજરે પડે છે.
મલાઈકાની માતાએ જણાવ્યું કે અનિલ મહેતા સવારે નિયમિતપણે બાલ્કનીમાં બેસીને અખબાર વાંચતા હતા. જ્યારે મલાઈકાની માતાએ લિવિંગ રૂમમાં અનિલની ચપ્પલ જોયી.
ત્યારે તે તેમને શોધવા માટે બાલ્કનીમાં ગઈ, પરંતુ તેઓ ત્યાં જોવા મળ્યા ન હતા. થોડીવાર બાદ, તે નીચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે અનિલ મહેતા નીચે પડેલા હતા. હાલ તો એ જાણી શકાયું નથી કે તેમણે આ પગલું કેમ ભર્યું.
અનિલ મહેતા પંજાબી હિન્દુ પરિવારથી છે અને મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યા છે. મલાઈકાના માતા-પિતાના છૂટાછેડા થયા ત્યારે મલાઈકા 11 વર્ષની હતી. અનિલ મહેતા, મલાઈકાના સાવકા પિતા હતા, જેની પુષ્ટિ પોલીસે પણ કરી છે.
અનિલ મહેતાના નિધન બાદ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે અનિલ મહેતાએ ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું હોઈ શકે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે તે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ દરમિયાન, અનિલ મહેતાના મોત અંગે પડોશીઓએ પણ અલગ-અલગ મંતવ્યો આપ્યા છે.
અનિલ મહેતાના અંતિમ શબ્દો શું હતા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા પહેલા તેમની બંને દીકરીઓ, મલાઈકા અને અમૃતા અરોરા,ને ફોન કર્યો હતો. કહેવામાં આવે છે કે આ કોલ દરમિયાન અનિલ મહેતાએ તેમની પુત્રીઓ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે “હવે હું સંપૂર્ણપણે થાકી ગયો છું.”