Mithun Chakraborty : મિથુન ચક્રવર્તીને ફિલ્મના શૂટિંગ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં કર્યો દાખલ
Mithun Chakraborty : અભિનેતા-રાજનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટની માનીએ તો, અભિનેતાને છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો અને તે અસ્વસ્થતા અનુભવતા હતા. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમના ફેન્સ ચિંતામાં છે અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
Mithun Chakraborty ની તબિયત બગડી
મિથુન ચક્રવતી 73 વર્ષના છે. 10 ફેબ્રુઆરી એટલે શનિવારની સવારે તેને અચાનક જ છાતીમાં દુખાવો થયો હતો. થોડી બેચેની પણ અનુભવાઈ રહ્યા હતા. તેમની તબિયત વધુ બગડી તે પહેલા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની તબિયત કેવી છે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. બીજી તરફ, ફેન્સ પણ ચિંતામાં સરી પડ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે મિથુન ચક્રવર્તી પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. શૂટિંગ દરમિયાન તેને લાગ્યું કે તેની તબિયત બગડી રહી છે. તે ત્યાં જમીન પર બેસી ગયા. જે બાદ ટીમ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી
મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા
મિથુન ચક્રવર્તીને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. પદ્મ ભૂષણની જાહેરાત બાદ તેમણે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ સ્નમાન મેળવીને તેઓ ખુશ છે.
હું દરેકનો આભાર માનવા માંગુ છું. મેં ક્યારેય કોઈની પાસે મારા માટે કંઈ માંગ્યું નથી. માંગ્યા વિના કંઈક મેળવીને અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આ એક ખૂબ જ અદ્ભુત અને અલગ લાગણી છે.
એક્ટરને અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
આ પહેલા વર્ષ 2022માં પણ હોસ્પિટલમાંથી મિથુન ચક્રવર્તીનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી ફેન્સ પરેશાન થઈ ગયા હતા. અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી. જે બાદ તેમના પુત્ર મિમોહ ચક્રવર્તીએ પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તેના પિતાની કિડનીમાં પથરી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવાર (10 ફેબ્રુઆરી) સવારે તેમને અચાનક છાતીમાં દુખાવો થયો. થોડો થોડો મુંઝારો પણ થયો. તબિયત બગડે તે પહેલા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ રહી છે. જોકે, તેમની તબિયત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
મહત્વનું છે કે, મિથુન ચક્રવર્તીને હાલમાં જ પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પદ્મ ભૂષણ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પુરસ્કાર મેળવીને ખુશ છું. હું સૌનો દિલથી આભાર માનું છું. મેં ક્યારે ખુદ માટે કંઈ નથી માંગ્યું. વગર માંગ્યે કંઈક મેળવવાની ખુબ ખુશી થઈ રહી છે. આ ખુબ અદ્ભુત અને અલગ અનુભવ છે. મને બહુ સારું લાગી રહ્યું છે.