google-site-verification: googlec8654436f05b508b.html

Mukesh Ambani એ દિવાળી પહેલાં કર્યો ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં પ્રવેશ..

Mukesh Ambani એ દિવાળી પહેલાં કર્યો ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં પ્રવેશ..

Mukesh Ambani: ભારતનાં સૌથી ધનવાન બિઝનેસમેન Mukesh Ambani એ હવે ક્રેડિટ કાર્ડ માર્કેટમાં ઝંપલાવ્યું છે. દિવાળીના તહેવાર પહેલાં રિલાયન્સે SBI Cards સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. રિલાયન્સ રિટેલ અને SBI Cards કંપનીએ કો-બ્રાન્ડેડ ‘Reliance SBI Card’ લૉન્ચ કર્યાં છે. SBI Cards and Payment Services ભારતની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ કંપની છે. ગયા વર્ષે ભારતમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલા સોદાનું મૂલ્ય 1,33,000 કરોડ રૂપિયા હતું.

ગ્રાહકોને મળશે અનોખો અનુભવ

SBI Card and Reliance Retailએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, “ગ્રાહકોને આ અનોખા લાઈફસ્ટાઈલ-કેન્દ્રિત ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ નવીનતમ અને રિવોર્ડિંગ શોપિંગનો અનુભવ મળશે.”

Mukesh Ambani
Mukesh Ambani

Mukesh Ambani કાર્ડધારકો આ કાર્ડ દ્વારા રિલાયન્સ રિટેલની ફેશન અને લાઈફસ્ટાઈલથી લઈને ગ્રોસરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સથી માંડીને ફાર્મા, ફર્નિચરથી લઈને જ્વેલરી તથા બીજી ઘણી વ્યાપક રેન્જ ધરાવતી વૈવિધ્યસભર ઈકો-સિસ્ટમમાં શોપિંગ કરીને લાભો તથા રિવોર્ડનો લાભ લઈ શકશે. Reliance SBI Cardના ગ્રાહકો પ્રવર્તમાન ધોરણે SBI Card દ્વારા પ્રસ્તુત કરાતી ખાસ કાળજીપૂર્વક બનાવાયેલી ઓફર્સને પણ માણી શકે છે.

Mukesh Ambani
Mukesh Ambani

બે ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચેનું આ સોહાર્દપૂર્ણ જોડાણ વ્યાપક ઉપભોક્તા પહોંચ તથા અનોખી રિટેલ પ્રસ્તાવના ધરાવતી રિલાયન્સ રિટેલની સાથે એસબીઆઈ કાર્ડના સઘન નેટવર્કનો લાભ ઉઠાવવાનો ઉદ્દેશ ધરાવે છે જેથી વિશેષ વેલકમ બેનિફિટ્સથી માંડીને ખાસ-તૈયાર કરાયેલા પ્રવાસ તથા મનોરંજન બેનિફિટ્સ, તેમજ ખાસ ખર્ચ-આધારિત માઈલસ્ટોન રિવોર્ડ્સ જેવા કે રિન્યુઅલ ફી વેઈવર અને રિલાયન્સ રિટેલના સંપૂર્ણ નેટવર્કમાં વ્યવહાર કરવા માટેના રિલાયન્સ રિટેલ વાઉચર્સ જેવા એક્સક્લુઝિવ રિવોર્ડ્સને પ્રસ્તુત કરી શકાય. આ ભાગીદારીની આકાંક્ષા ગ્રાહક અનુભૂતિની પુનઃવ્યાખ્યા કરીને ભારતીય બજારમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ માટે નવું સીમાચિહ્ન રચવાની છે.

બે પ્રકારનાં કાર્ડ્સ

ભારતનાં RuPay network પર લૉન્ચ કરવામાં આવેલા Reliance SBI Cardના બે વેરિયન્ટ છે – Reliance SBI Card અને Reliance SBI Card Prime. અલગ-અલગ જરૂરિયાત અને શોપિંગ એક્સપીરિયન્સ કરવા માંગતા ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને કંપનીએ બે પ્રકારનાં કાર્ડ લૉન્ચ કર્યાં છે.

રિન્યુઅલ ફી

Reliance SBI Card Primeની વાર્ષિક રિન્યુઅલ ફી 2,999 રૂપિયા (વત્તા ટેક્સ) છે અને Reliance SBI Cardની વાર્ષિક રિન્યુઅલ ફી 499 રૂપિયા (વત્તા ટેક્સ) છે. Reliance SBI Card Prime પર 3,00,000 રૂપિયા અને Reliance SBI Card પર 1,00,000 રૂપિયાની વાર્ષિક ખરીદી સીમાચિહ્નને પ્રાપ્ત કરવા પર રિન્યુઅલ ફીમાંથી મુક્તિ મેળવી શકે છે. આ કાર્ડને રિસાઈકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યા છે.

Mukesh Ambani
Mukesh Ambani

રિલાયન્સ રિટેલ લિમિટેડના ડાયરેક્ટર, વી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ ખાતે, અમે હંમેશા દરરોજે શોપિંગની અનુભૂતિને વધુને વધુ આનંદદાયક બનાવીને અમારા ગ્રાહકો માટે આનંદિત રહેવાના નવા રસ્તા શોધવા પ્રયત્નશીલ રહીએ છીએ. એસબીઆઈ કાર્ડ સાથે અમારા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ આ વચનબદ્ધતા તરફનું વધુ એક ડગલું છે. એસબીઆઈ કાર્ડ હાલ કાર્ડ ઉદ્યોગમાં અગ્રણી છે અને તેની સાથે ભાગીદારી સાધવાનો અમને રોમાંચ છે. જેના થકી વ્યાપક શ્રેણીના લાભો, એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ અને અમારી સાથે ઓનલાઈન તથા અમારા તમામ સ્ટોર્સમાં શોપિંગ માટે રિવોર્ડ્સ સાથેના રિલાયન્સ એસબીઆઈ કાર્ડને અમે પ્રસ્તુત કરી શકીશું. એસબીઆઈ કાર્ડ સાથે મળીને, અમને અમારા ગ્રાહકો માટે આનંદને પ્રસ્તુત કરવા તેમજ અપેક્ષાઓથી પણ સારી કામગીરી જારી રાખવાની આશા છે.”

Mukesh Ambani
Mukesh Ambani

એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ, અભિજીત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “ભારતના સંગઠિત રિટેલ ક્ષેત્રની પુનઃવ્યાખ્યા કરનારી રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી સાધવાનો અમને આનંદ છે. આ ભાગીદારી એ ગ્રાહક-કેન્દ્રિયતા તેમજ વિશ્વ-સ્તરીય ગ્રાહક અનુભૂતિ પૂરી પાડવાની વચનબદ્ધતા પર અમારા બંનેનું ધ્યાન-કેન્દ્રિત હોવાનું જ પરિણામ છે. એસબીઆઈ કાર્ડ ખાતે, અમે હંમેશાથી અમારા ગ્રાહકોની જીવનશૈલીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાની સાથે મજબૂત મૂલ્ય ઓફર કરે તેવી પ્રોડક્ટ્સની ડિલિવરી કરવામાં માનીએ છીએ. રિલાયન્સ એસબીઆઈ કાર્ડને એક પરિપૂર્ણ પ્રોડક્ટ તરીકે વિકાવાયું છે જે મોટાભાગના ઉપભોક્તા સેગમેન્ટ સાથે સંલગ્ન છે. અમારા તીવ્રતમ કો-બ્રાન્ડ પોર્ટફોલિયોમાં આ એક શક્તિશાળી ઉમેરો છે, અને અમને અપેક્ષા છે કે તેના દ્વારા પ્રસ્તુત કરાતા યુનિવર્સલ યુઝેજ (ઉપયોગ) એવન્યૂને જોતાં તે એક લોકપ્રિય ક્રેડિટ કાર્ડ બનશે.”

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *