આખો દિવસ શું-શું ખાય છે Mukesh Ambani? ડાયેટ જાણી લેશો તો..
Mukesh Ambani : દુનિયાભરના ધનિક ઉદ્યોગપતિઓમાંના એક, મુકેશ અંબાણી તેમના સાદા જીવનશૈલી અને તંદુરસ્ત જીવનપ્રણાલી માટે જાણીતા છે. નીતા અંબાણીએ પણ એક ઈન્ટરવ્યુમાં મુકેશ અંબાણીની ડાયેટ વિશે ખુલાસો કર્યો હતો.
પણ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી આખો દિવસ ઊર્જાવાન રહેવા માટે શું ખાય છે? ચાલો, તેમના ફૂડ રૂટિન વિશે વિગતવાર જાણીએ
મુકેશ અંબાણીનું ફૂડ રૂટિન
એક રિપોર્ટ મુજબ, જેમ મુકેશ અંબાણી સાદગીથી જીવન જીવવા માને છે, તેમ જ તેમની ફૂડ ચોઈસ પણ ખૂબ જ સરળ અને આરોગ્યપ્રદ છે. મુકેશ અંબાણી જમવામાં સરળતા અને પૌષ્ટિકતાને પ્રાધાન્ય આપે છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં, પણ આખો અંબાણી પરિવાર પણ સાદા અને પૌષ્ટિક ભોજનમાં વિશ્વાસ રાખે છે.
સવારનો નાસ્તો – મુકેશ અંબાણી તેમના દિવસની શરૂઆત તાજા ફળો, ફ્રેશ જ્યૂસ, ઈડલી-સાંભાર સાથે કરે છે. લંચ અને ડિનર – મુકેશ અંબાણી ગુજરાતી અને ટ્રેડિશનલ ભારતીય ભોજન પસંદ કરે છે. તેમના દૈનિક ભોજનમાં શાક-રોટલી, દાળ-ભાત, સૂપ અને સલાડ શામેલ હોય છે.
જંકફૂડથી દૂર
બિઝનેસ અને સોશિયલ મીટિંગ્સ વચ્ચે અનેક પાર્ટીઓમાં હાજર હોવા છતાં, મુકેશ અંબાણી જંકફૂડ ખાવાનું પસંદ નથી કરતા. તેઓ સંપૂર્ણપણે શાકાહારી છે અને તંદુરસ્ત જીવનશૈલી જ તેમની ફિટનેસનું ટોપ સિક્રેટ છે.
સેવપૂરી-પાણીપૂરી માટે પ્રેમ
નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મુકેશ અંબાણી એક ચાટ લવર છે. જ્યાં તેમને મોકો મળે ત્યાં તેઓ સેવપૂરી અને પાણીપૂરી ખાવા ઉભા રહી જાય છે.
એટલે કે, સાદા અને તંદુરસ્ત ભોજનને પસંદ કરવા છતાં, ચાટ માટે તેમનું ખાસ પ્રેમ છે! આજે પણ મુકેશ અંબાણી તેમના નિયમિત અને આરોગ્યપ્રદ ફૂડ હેબિટ્સ દ્વારા પોતાને એક્ટિવ અને ફિટ રાખે છે.