Mukesh Ambani આ ખાસ વ્યક્તિ સાથે ડિનર ડેટ પર ગયા હતા? નીતા કાકી જોશે તો..
Mukesh Ambani : ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક, મુકેશ અંબાણી, જો તમારી ઓફિસ, ઘર કે રેસ્ટોરાંમાં આવવાના હોય તો તમે અવ્યક્ત ઉત્સાહમાં આવી જશો.
તમારા મનમાં તરત જ વિચાર આવશે કે, “મુકેશ અંબાણી અને તેમના પરિવાર કેવા રીતે આપણા આંગણે પધાર્યા?” ભલેને મુકેશ અંબાણી પોતે તમારા ઘરે ન આવે, પણ દુનિયાના સૌથી ફેમસ અને હેન્ડસમ શેફ, વિકાસ ખન્ના સાથે તો મળવા જઈ શકે, હાં ને?
તાજેતરમાં, મુકેશ અને તેમની દીકરી ઈશા અંબાણી ન્યૂયોર્કમાં સ્થિત વિકાસ ખન્નાના રેસ્ટોરાં “બંગલો”ની મુલાકાતે ગયા હતા. શેફ વિકાસ ખન્નાએ પોતે આ વિશેષ પ્રસંગનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે બતાવ્યું કે કેવી રીતે તેમણે અંબાણી પરિવારના સ્વાગત માટે ખાસ તૈયારી કરી હતી.
વિડિયો સાથે વિકાસ ખન્નાએ કહ્યું કે, આ ખાસ ઇવનિંગ માટે તેમણે તેમના રેસ્ટોરાં “બંગલો”ને ઈશા અંબાણીના મનપસંદ ગુલાબોથી સજાવ્યો હતો.
સ્વાગત માટે, ગંગાજળના વિવિધ પ્રકારના છ ગુલાબનો ઉપયોગ કરીને રેસ્ટોરાંને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે, વિકાસ ખન્નાએ મુકેશ અંબાણી અને ઈશાના હાથે દિવાળીના દીપક પણ પ્રગટાવડાવ્યા હતા.
વિકાસ ખન્નાની આ તૈયારીઓ લોકોના દિલમાં પ્રસંશા પામી રહી છે, તો બીજી તરફ, ઈશા અંબાણીની સાદગીએ પણ લોકોનું મન જીતી લીધું છે.
પિતા સાથે ડિનર ડેટ પર પહોંચી ઈશાએ બ્લેક અને વ્હાઇટ સ્ટ્રાઈપ્સવાળું ટોપ અને બ્લ્યુ લૂઝ ફિટિંગ ડેનિમ જિન્સ પહેર્યું હતું. આમ તો, કોઈ સામાન્ય છોકરીની જેમ, ઈશાએ પોતાનો લૂક સંપૂર્ણ કરવા માટે વ્હાઈટ શૂઝ પહેર્યા હતા.
અને વાળ ખુલ્લા રાખ્યા હતા. નો મેકઅપ લૂકમાં ઈશા અદભૂત લાગી રહી હતી, જ્યારે મુકેશ અંબાણીનો સ્પોર્ટી લૂક પણ લોકોના ધ્યાનમાં આવ્યો.
વધુ વાંચો: