Nita Ambani વહુ શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટને આ રીતે આપે છે ટક્કર
Nita Ambani : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનને લઈને દરરોજ નવી નવી ચર્ચાઓ અને વાતો સાંભળવા મળે છે. આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની સ્ત્રીઓના શાનદાર અંદાજ જોવા મળ્યા હતા.
આ પ્રસંગમાં અંબાણી પરિવારની વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને તેમની સાસુ Nita Ambani એ પણ ફેશનસેન્સમાં જોરદાર ટક્કર આપી હતી.
નીતા અંબાણીના સ્ટાઈલિશ કપડાઓમાં તેઓએ માત્ર વહુ શ્લોકા અને રાધિકા જ નહીં પરંતુ બોલીવૂડની હસીનાઓને પણ ટક્કર આપી હતી. નીતા અંબાણીના સ્ટાઈલિશ આઉટફિટ્સ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે.
ઈવેન્ટના દરેક ફંક્શનમાં નીતા અંબાણી ખૂબ ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા અને દરેક લૂકમાં તેઓ એકદમ એલિગન્ટ લાગી રહ્યા હતા. નીતા અંબાણીના દરેક લૂક ખાસ અને ડિઝાઈનર પીસ હતા અને તેઓએ એને ખૂબ જ શાનદાર રીતે સ્ટાઈલ કર્યા હતા. નીતા અંબાણીના આ લૂક્સ લોકોના દિલ જીત્યા છે.
પરંતુ આ બધા વચ્ચે સ્ટારી નાઈટમાં નીતા અંબાણીનો પહેરેલો આઉટફિટ ખૂબ જ કિંમતી હતો. આ આઉટફિટ જ્યોર્જિયો અર્માનીના ટુ પીસ ડ્રેસ પર ક્રિસ્ટલ વર્ક કરેલું હતું. એટલું જ નહીં, આ આઉટફિટના ગળા પર પર્લ વર્ક પણ કરવામાં આવ્યું હતું.
આ બ્લિંગી આઉટફિટ સાથે નીતા અંબાણીએ ડાયમંડ ઈયરરિંગ્સ અને રિંગ્સ પહેરીને પોતાનો લૂક પૂર્ણ કર્યો હતો. હેર સ્ટાઈલમાં તેમણે વેવી પોનીટેલ સ્ટાઈલ રાખી હતી અને તેમાં ક્રિસ્ટલવાળી હેયર એસેસરીઝ પણ કેરી કરી હતી.
આ ઉપરાંત, ગ્રાન્ડડોટર વેદાના બર્થડે સેલિબ્રેશન માટે નીતા અંબાણીએ વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો, જેમાં ફેધર્સ લગાવવામાં આવ્યા હતા. આ આઉટફિટ સાથે તેમણે ગોગલ્સ અને લાઈટ ઈયરિંગ્સ કેરી કર્યા હતા.
આ ગ્રીન ડ્રેસ વેલેન્ટિનોની હતી. એક અન્ય ઈવેન્ટમાં, નીતા અંબાણીએ જંપસૂટ પહેર્યો હતો, અને 60 વર્ષની ઉંમરે પણ તેઓ આ ડ્રેસમાં એકદમ કમાલના લાગી રહ્યા હતા.
અંબાણી પરિવારની લેડીઝની વાત જ કંઈક અલગ છે, પછી તે સાસુ નીતા અંબાણી હોય કે વહુઓ શ્લોકા અને રાધિકા. અંબાણી પરિવારના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનમાં રાધિકા, શ્લોકા અને નીતા અંબાણીના અલગ અલગ લૂકના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
અને લોકો એમના ફોટાથી નજર હટાવી શકતા નહોતા. અનંત અને રાધિકાના લગ્ન 12મી જુલાઈના થવાના છે, અને આ વેડિંગ ફંક્શન્સ ત્રણ દિવસ સુધી ચાલશે.