Nita Ambani આ રાજનેતાને કરવા માંગતા હતા ડેટ, જાહેર કરી દીધું નામ
Nita Ambani : ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સરખામણીમાં તેમનો જીવનસાથી નીતા અંબાણી વધુ ચર્ચામાં રહે છે. જ્યાં જ્યાં નીતા અંબાણી જાય છે ત્યાં પાપારાઝી તેમને ફોલો કરે છે.
નીતા અંબાણી દરેક ક્ષેત્રમાં પોતાના દબદબાથી ઓળખી શકાય છે. થોડા સમય પહેલાં જ એમણે તેમના નાના દીકરા આકાશ અંબાણીના ભવ્ય લગ્ન કર્યા હતા, અને પેરિસ ઓલિમ્પિકમાં પણ તેમની હાજરી અને પ્રભાવ જોઇ શકાયો હતો.
હવે, Nita Ambani ની અને મુકેશ અંબાણીની એક જૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં નીતા એ ખુલાસો કર્યો કે જો મુકેશને છોડીને ડેટ પર જવાનું હોય તો તે કોની સાથે જશે.
નીતા કોની સાથે ડેટ પર જવા માંગે છે?
મુકેશ અને નીતા અંબાણી એ સિમી ગરેવાલના જાણીતા ટોક શો **’Rendezvous with Simi Garewal’**માં હાજરી આપી હતી. આ શોમાં સિમીએ નીતા અંબાણીને પ્રશ્ન કર્યો કે, “મુકેશ સિવાય તમે કોની સાથે ડેટ પર જવા માંગશો?” આ પર નીતા અંબાણીએ પ્રખ્યાત અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું નામ લીધું.
બિલ ક્લિન્ટન, જે અમેરિકાના 42મા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, તેમનું નામ સાંભળીને મુકેશ અંબાણીએ જોકિંગ રિએક્શન આપી હતી. મુકેશ અંબાણીએ સિમીને કહ્યું, “જો નીતા ક્લિન્ટન સાથે ડેટ પર જશે તો હું પણ તમારી સાથે જઇશ.” આ પર સિમીએ મજાકમાં જવાબ આપ્યો, “હું આ માટે તૈયાર છું!”
મુકેશ અને નીતા અંબાણીની પ્રેમકથા
મુકેશ અને નીતા અંબાણીની પહેલી મુલાકાત ધીરુભાઈ અંબાણીના પ્રસ્તાવ પરથી થઈ હતી. એક વાર ધીરુભાઈએ નીતાનો ડાન્સ જોતા તેમને પ્રભાવિત થઈને ફોન કર્યો હતો, પરંતુ નીતાએ મજાકનો ફોન માનીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ, ધીરુભાઈએ નીતાના પિતાને ફોન કર્યો અને નીતાનેReliance ઓફિસે બોલાવ્યું.
નીતા અંબાણી ઓફિસે ગઈ, અને ત્યાં તેની મુલાકાત મુકેશ સાથે થઈ. પ્રથમ મુલાકાતે જ મુકેશ અંબાણીએ નક્કી કરી લીધું હતું કે નીતા તેમની લાઈફ પાર્ટનર બનશે. 1985માં બંનેએ લગ્ન કર્યા, પરંતુ નીતાએ એક શરત રાખી કે લગ્ન પછી પણ તેઓ પોતાનું કામ ચાલુ રાખશે.
નીતા અંબાણીનો વ્યાવસાયિક અને પ્રભાવશાળી જીવનપ્રવાસ
લગ્ન પછી, નીતાએ પોતાનું કામ ચાલુ રાખ્યું અને 2010માં રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેઓ આજે ફેશન આઈકોન માનવામાં આવે છે અને રમતગમતના ક્ષેત્રે પણ તેમનો મોટો દબદબો છે.
તેઓ ઓલિમ્પિક કમિટીની સભ્ય છે અને મુંબઈ ઈન્ડિયન્સની માલિક તરીકે ક્રિકેટની દુનિયામાં પણ તેઓ નામના ધરાવે છે. નીતા અંબાણી આજે માત્ર ઉદ્યોગપતિની પત્ની નથી, પરંતુ પોતાની સફળતા અને આગવી ઓળખ માટે જાણીતું નામ છે.
વધુ વાંચો: