Nita Ambani એ સોનાના વર્કનું કિંમતી પટોળુ પહેરીને લૂંટી મહેફિલ, એટલામાં તો આપડે ઘર આવી..
Nita Ambani : અનંત અંબાણીના લગ્ન બાદ, Nita કાકી એ ફરીથી પોતાની સાડીની સ્ટાઈલથી સૌના દિલ જીતી લીધા. તેઓ પતિ મુકેશ અંબાણી સાથે NMACC ખાતે ભગવાન શ્રીકૃષ્ણના પહેલા મ્યૂઝિકલ શો ‘રાજાધિરાજ લવ લાઈફ લીલા’ ના ફિનાલેમાં હાજર હતા.
પતિ સાથે હાથમાં હાથ નાંખીને આવ્યા તે બંનેના મજબૂત બોન્ડિંગનો સંકેત આપતા હતા, પરંતુ આ દરમિયાન સૌથી વધારે નજર નીતા અંબાણીની સાડી પર રહી.
નીતા અંબાણીએ લાલ રંગનું પરંપરાગત પટોળું પહેર્યું હતું, જેમાં સોનાના તારથી બનાવવામાં આવેલી રાધા-કૃષ્ણની ડિઝાઇન તેમના બ્લાઉઝ પર ઉદભવતી હતી. આ ગુજરાતી લૂકથી તેઓ સંપૂર્ણ ઇવેન્ટમાં છવાઈ ગયા હતા. સાથે જ તેમની હેરસ્ટાઇલ પણ અનોખી હતી, જેને સૌએ ખૂબ પસંદ કરી.
તેમણે લાલ રંગના સિલ્કના પટોળા સાડી પર પહેર્યા હતા, જેમાં વિવિધ રંગોના જિયોમેટ્રિક પેટર્ન હતા, જે ગુજરાતી સ્ટાઈલમાં Draped હતા. આ કારણોસર તેમનો લુક આકર્ષક અને અલગ દેખાયો.
નીતા અંબાણી ની પટોળા સાડી જોઈને..
બ્લાઉઝની વાત કરીએ તો, નીતા અંબાણીએ મેચિંગ સિલ્ક બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં સ્કૂપ નેકલાઈન અને હાફ સ્લીવ પર ગોલ્ડન બોર્ડર સાથેની કારીગરી જોવા મળી હતી.
View this post on Instagram
બેક પર સોનાના તારથી રાધા-કૃષ્ણની ડિઝાઇન હતી, જેમાં ગુલાબી અને સોનેરી રંગના ફૂલોનો પણ સંયોજન કરવામાં આવ્યો હતો. આ ખાસ કારીગરીએ સાડીના લુકને વધુ શાનદાર બનાવ્યો.
નીતા અંબાણી ની હેરસ્ટાઇલ પણ ખાસ વાત હતી. વાળમાં સફેદ ફૂલોથી બનાવેલી સ્ટાઈલ કમાલની લાગી, જે તેમના લુકને વધુ ભવ્ય બનાવી રહી હતી.