Nita Ambani પરિવારની સૌથી નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે આ શું બોલ્યા?
Nita Ambani : મુકેશ અંબાણી અને Nita Ambani હાલના સમયના દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાંના એક છે. તાજેતરમાં જ અંબાણી પરિવારે નાની વહુ રાધિકા મર્ચન્ટનું સ્વાગત કર્યું છે.
મહીનાઓ સુધી ચાલેલી શાનદાર ઉજવણી બાદ રાધિકા અને અનંત અંબાણીના લગ્ન સમાપ્ત થયા. પણ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી AGMમાં નીતા અંબાણીએ પોતાની વહુ રાધિકા વિશે એક એવી વાત કહી છે, જે સોશ્યલ મીડિયા અને સમાચારોમાં ખુબ ચર્ચામાં છે. ચાલો જાણીએ કે નીતા અંબાણીએ એવું શું કહ્યું.
વનતારા પ્રોજેક્ટ અને ગર્વની વાત
AGM દરમિયાન, નીતા અંબાણી એ જણાવ્યું કે અનંત અંબાણીએ જામનગરમાં પ્રાણીઓની સંભાળ માટે 3500 એકર વિસ્તારમાં એક વિશાળ કેન્દ્ર, વનતારા બનાવ્યું છે, જે પ્રાણીઓને બચાવવાનું અને સારવાર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
આ પછી, નીતા અંબાણીએ કહ્યું કે, “અનંતે પોતાની દાદી કોકિલાબેનના જન્મસ્થાન અને દાદા ધીરુભાઈની કર્મભૂમિને પોતાની સેવાભૂમિ બનાવી છે, એ અમારું ગર્વ છે.”
વહુ રાધિકા માટે ખાસ ઉલ્લેખ
આ સંબોધનમાં, નીતા અંબાણીએ વહુ રાધિકા મર્ચન્ટનો પણ ઉલ્લેખ કર્યો. રાધિકા મર્ચન્ટના રિલાયન્સ ફેમિલીમાં આગમન પર, નીતા અંબાણીએ જણાવ્યું, “અમે આપણા હૃદયથી અને પ્રેમથી રાધિકાનું રિલાયન્સ ફેમિલીમાં સ્વાગત કરીએ છીએ.”
તેમણે વધુમાં લાખો ભારતીયોનો આભાર માનતા જણાવ્યું હતું કે “તમારા આશિર્વાદથી અનંત અને રાધિકાની મેરિડ લાઈફ વધુ સુંદર બની છે.”
અનંત અને રાધિકાના વૈભવી વિલાસ
12મી જુલાઈએ લગ્ન અને ત્રણ રિસેપ્શન પૂરા કર્યા બાદ અનંત અને રાધિકા ગુજરાતના જામનગર ગયા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આના વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. ત્યારબાદ, આખો અંબાણી પરિવાર પેરિસ ઓલિમ્પિકમાં હાજરી આપવા ગયો હતો અને ત્યાંથી અનંત અને રાધિકા કોસ્ટા રિકા ગયા હતા.
સાસુ-વહુનું ખાસ બોન્ડ
નીતા અંબાણી પોતાની બંને વહુઓ, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ, સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. જાહેર પ્રસંગોમાં, આ ત્રિપુટીને હાથ પકડીને ચાલતા કે સાથે પોઝ આપતા જોવા મળે છે. એટલું જ નહીં, તેઓ પોતાના કપડાંથી લઈને દાગીનાં પણ એકબીજા સાથે શેર કરતા નજરે પડે છે.
વધુ વાંચો: