google-site-verification: googlec8654436f05b508b.html

Nita Ambani ની સુંદરતા પાછળ છે આ વ્યક્તિનો હાથ, મેકઅપ આર્ટિસ્ટનો પગાર સાંભળીને હક્કાબક્કા..

Nita Ambani ની સુંદરતા પાછળ છે આ વ્યક્તિનો હાથ, મેકઅપ આર્ટિસ્ટનો પગાર સાંભળીને હક્કાબક્કા..

Nita Ambani : બોલીવુડમાં ઘણા એવા મેકઅપ આર્ટિસ્ટ છે જેઓની પોતાની એક આગવી ઓળખ છે. સિનેમાની દુનિયા જેટલી વિશાળ છે, એટલી જ આ મેકઅપ કલાકારોની દુનિયા પણ મોટી છે.

જે ફિલ્મો, કાર્યક્રમો, અને મોટા પાયે ઈવેન્ટ્સમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ માટે મેકઓવર કરે છે. મેકઅપની દુનિયામાં આવું જ એક જાણીતું નામ છે મિકી કોન્ટ્રાક્ટર.

મિકીના વર્ષોનો અનુભવ અને તેમની અત્યંત કુશળતા એવા સ્તરે છે કે નીતા અંબાણીએ તેમને પોતાના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે રાખ્યા છે.

તમે જોયું જ હશે કે Nita Ambani દરેક ઇવેન્ટમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે. આ જાદુ બોલિવૂડના આ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરનું છે.

Nita Ambani
Nita Ambani

સૌથી ધનિક પરિવારના આર્ટિસ્ટનો પગાર ઓછો કેમ હોઈ શકે?

તાજેતરમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં મિકી કોન્ટ્રાક્ટરે નીતા અંબાણીનો મેકઅપ કર્યો હતો, જેનો દરેક લોકોએ વખાણ કર્યો હતો.

મિકી જેવા પ્રતિભાશાળી મેકઅપ મેન અને તે પણ અંબાણી જેવા ધનિક પરિવારમાં, તો તેમનો પગાર ઓછો કેવી રીતે હોઈ શકે? તમે તેમના પગારનો અંદાજ પણ લગાવી શકતા નથી. ચાલો જાણીએ કે મિકી કોન્ટ્રાક્ટર કેટલો કમાય છે.

મિકી કોન્ટ્રાક્ટરનો પગાર

મિકી મેકઅપ જગતમાં એક મોટું નામ છે અને બોલિવૂડના શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ્સમાં થાય છે. મેકઅપના ક્ષેત્રમાં તેની શ્રેષ્ઠતાની સાથે, મિકીનું કામ કરવું એ મોટી હસ્તીઓ માટે એક પ્રથમ પસંદગી છે.

Nita Ambani
Nita Ambani

મિકીની ફી પણ તેમની પ્રતિભા જેટલી જ ઊંચી છે. તમે સાંભળીને હેરાન થઈ જશો કે મિકી કોન્ટ્રાક્ટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેઓ મેકઅપ આર્ટિસ્ટ્સમાં સૌથી વધુ ફી લેનારા લોકોમાં સામેલ છે.

શા માટે અંબાણી પરિવારની પહેલી પસંદ છે મિકી?

તમે ઘણીવાર જોયું હશે કે કોઈ પણ કાર્યકમ હોય, નીતા અંબાણી તેમજ અંબાણી પરિવારની પુત્રી ઈશા અને પુત્રવધૂ શ્લોકાનું મેકઅપ એકદમ ફલોલેસ હોય છે. આ મેકઅપ મિકી સિવાય બીજું કોઈ નથી કરતું.

Nita Ambani
Nita Ambani

ઉનાળો હોય કે શિયાળો, દરેક ઋતુમાં નીતા અંબાણીના ચહેરા પર જે ચમક જોવા મળે છે તે મિકી કોન્ટ્રાક્ટરની મહેનતનો જ નતિજો છે. આ જ કારણ છે કે મિકી અંબાણી પરિવારની મહિલાઓની પ્રથમ પસંદ છે.

બોલીવુડની આ અભિનેત્રીઓનો મેકઅપ કરે છે મિકી

મિકી કોન્ટ્રાક્ટરનું નામ બોલીવુડના સર્વોચ્ચ મેકઅપ આર્ટિસ્ટ્સમાં આવે છે, અને દરેક લોકો તેમના કામનું વખાણ કરે છે. દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, માધુરી દીક્ષિત જેવી તમામ જાણીતી અભિનેત્રીઓ સાથે મિકીએ કામ કર્યું છે.

નીતા અંબાણીના અંગત મેકઅપ આર્ટિસ્ટ હોવા છતાં, મિકી ખાતરી કરે છે કે નીતાના મેકઅપનો લુક દરેક વખતે અલગ અને અનોખો હોય.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *