Nita Ambani ના સાસુ નું બેગનું કલેક્શન જોઈને તમે પણ કહેશો- આહાહા
Nita Ambani : અંબાણી પરિવારના દરેક સભ્ય, ખાસ કરીને તેમની મહિલાઓ, પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. Nita Ambani ના સ્ટાઈલ અને તેમની ફેશન સેન્સની તો કોઈ સરખામણી જ નથી.
પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારની જ એક મહિલા સભ્યના બેગના કલેક્શન સામે નીતા અંબાણીના કલેક્શન પણ ફિક્કા પડી જાય? ચાલો, જાણીએ કોણ છે આ ખાસ વ્યક્તિ.
આ મહિલા બીજું કોઈ નહીં, પરંતુ નીતા અંબાણીની સાસુ અને અંબાણી પરિવારના વડીલ, કોકિલાબેન અંબાણી છે. 90 વર્ષની ઉંમરે પણ કોકિલાબેન અંબાણી તેમની અનોખી ફેશન સેન્સ માટે જાણીતાં છે.
અને ઘણી વખત વહુઓ નીતા અંબાણી અને ટીના અંબાણીને પણ સ્ટાઈલમાં કાંટાની ટક્કર આપતા જોવા મળે છે. કોકિલાબેન અંબાણી જ્યારે પણ જાહેરમાં દેખાય છે, તેઓ હંમેશા લેટેસ્ટ ડિઝાઈનરની સાડી, આભૂષણ અને હેન્ડબેગ્સ સાથે નજરે પડે છે.
એક રિપોર્ટ અનુસાર, કોકિલાબેનના બેગનો કલેક્શન એટલો અદ્ભુત છે કે તે નીતા અંબાણીના કલેક્શનથી પણ આગળ નીકળી જાય છે. કોકિલાબેન હંમેશા પોતાની સાડી સાથે મેચ કરતી ડિઝાઈનર બેગ કેરી કરે છે. એક અંદાજ પ્રમાણે, તેમની બેગની કિંમત લાખોમાં છે.
કોકિલાબેનના બેગના કલેક્શનમાં સ્લિંગ બેગ, ટોટ બેગ અને પોટલી પર્સ સહિતના વિવિધ ડિઝાઈનોનો સમાવેશ થાય છે. ખાસ તો એ છે કે કોઈ પણ બે બેગ એક જેવી નથી, અને દરેક બેગની કિંમત લાખોમાં છે.
એમના કલેક્શનમાં ઘણી લક્ઝુરિયસ બ્રાન્ડની બેગ્સ છે, જેની સામે નીતા અંબાણીના બેગના કલેક્શન ફિક્કા લાગી શકે. કોકિલાબેન અંબાણી, અંબાણી પરિવારના મોખરે છે, એટલે તેમના દરેક ફેશન ચોઇસમાં પણ આ ખાસિયત ઝીલાય છે.
છેલ્લા થોડા સમયથી, જ્યાં જુઓ ત્યાં માત્ર અંબાણી પરિવાર જ ચર્ચામાં છે. પછી તે ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસના પ્રી-વેડિંગ ઈવેન્ટના કારણે હોય કે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થાન ચોરવાડની મુલાકાતના કારણે હોય, અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બને છે.
ભારત જ નહીં, પણ એશિયાના સૌથી ધનિક લોકોમાં ગણતરી થતી અંબાણી પરિવાર, ખાસ કરીને મુકેશ અંબાણી અને તેમના પરિવારની ખાસ બાબતોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
આમ તો અમે સતત મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના સંતાનો અથવા વહુઓ વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે, થોડી બદલાવ માટે, અમે આ પરિવારના આધારસ્તંભ સમાન કોકિલાબેન અંબાણી વિશે વાત કરીશું.
મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેનનો જન્મ 1934માં ગુજરાતના જામનગરમાં થયો હતો અને તેઓ માત્ર 10મા ધોરણ સુધી ભણેલા છે. કોકિલાબેન હાલ પોતાના મોટા દીકરા મુકેશ અંબાણી સાથે મુંબઈમાં આવેલા “એન્ટાલિયા” માં રહે છે.
ખૂબ જ સરળ અને સાદું જીવન જીવતી કોકિલાબેનને સોનું પહેરવાનું બિલકુલ પસંદ નથી. પરંતુ, શું તમે કોકિલાબેનના ફોટા ધ્યાનથી જોયા છે? જો જોયા હશે, તો તમને એક વાત સમજી આવશે કે તેઓ હંમેશા ગુલાબી (પિંક) રંગની સાડીમાં જ જોવા મળે છે. તો ચાલો, આજે તમને આ પાછળનું કારણ જણાવીએ.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોકિલાબેનને પિંક રંગ ખુબ જ પ્રિય છે, અને આ જ કારણે તેમની પાસે પિંક કલરની સાડીઓનું વિશાળ કલેક્શન છે. મોટાભાગે, તેઓ દરેક પ્રસંગમાં પિંક રંગની સાડી પહેરેલા જોવા મળે છે.
એ તો એટલું જ નહીં, તેમના જન્મદિવસના પ્રિ-બર્થડે સેલિબ્રેશનની થીમ પણ પિંક હતી, જ્યાં બધા મહેમાનોએ પિંક રંગના કપડાં પહેરવા અનિવાર્ય બનાવવામાં આવ્યા હતા. કોકિલાબેનની સાડીઓ મોટાભાગે પ્રખ્યાત ડિઝાઇનર્સ સબ્યસાચી અને અબુ જાની-સંદીપ ખોસલાની રચના હોય છે.
વધુ વાંચો: