Nita Ambani ની કરોડોની ડાયમંડ રિંગ અને અંબોડામાં 20 કેરેટની ડાયમંડ એસેસરીઝ
Nita Ambani : દેશના સૌથી અમીર ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
વર્તમાન સમયમાં દેશભરમાં ગણેશોત્સવની ઊજવણી ચાલી રહી છે, ત્યારે અંબાણી પરિવારે પણ બાપ્પાને પોતાના એન્ટિલિયા ખાતે પધરાવ્યા હતા. આ ઉજવણી દરમિયાન, પરિવારના દરેક સભ્યએ પોતાના ખાસ લૂક્સથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.
પરંતુ Nita Ambani તો સાહજિક જ રીતે મર્યાદાઓમાં રહીને પણ લાઈમલાઈટની મલિકા બની રહે છે. આ વખતે, ગણેશોત્સવ દરમિયાન, 22 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરીને તેઓ ફરીથી ચર્ચામાં આવી ગયા હતા.
શું છે આ ડાયમંડ રિંગની ખાસિયત?
નીતા અંબાણી પોતાની ક્લાસી અને અનોખી સ્ટાઈલ માટે ખૂબ જાણીતા છે. તેઓના તેવર અને વળગણ એવી હોય છે કે કોઈ મહારાણી પણ શરમાવે.
આ જ કારણ છે કે, તેઓએ પોતાની પરિવારની વહુઓ, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ, તેમજ દીકરી ઈશા અંબાણી અને બી-ટાઉનની અનેક હસીનાઓને સ્ટાઈલના મામલામાં પાછળ મૂકી દીધી છે.
આ વખતે, ગણેશ ચતુર્થીના દિવસે, નીતા અંબાણીએ 22 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરી, સૌને ચોંકાવી દીધા હતા. નીતા અંબાણીએ આ કિંમતી ડાયમંડ રિંગ એક સુંદર સાડી સાથે સ્ટાઈલ કર્યું હતું.
સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જણાવીને આ રિંગની ખાસિયતો વિશે જણાવવામાં આવ્યું છે. આ રિંગ બાકીની રિંગ કરતા ઓછી ચમકતી છે, પરંતુ તેની કિંમત કરોડોમાં છે.
નીતા અંબાણીનો શાનદાર લૂક
આ વખતના તેમના લૂકની વાત કરીએ તો, નીતા અંબાણીએ ડાર્ક જાંબુળી રંગની બંધેજ સાડી પહેરી હતી, જેમાં નાના નાના આભલા, પર્લ્સ અને મેટલ સિક્વન્સ સાથે બારીક કારીગરી કરવામાં આવી હતી. તેમણે આ સાડી સાથે પિંક રંગનો બ્લાઉઝ પહેર્યો હતો, જેના સ્લીવ્ઝ પર સાડી જેવા જ હેવી વર્કમાં ગણેશજીની છબી જોવા મળે છે.
આ લૂકને બખૂબી પૂરક બનાવવા માટે, નીતા અંબાણીએ 8-લેયર નેકપીસ સાથે ફ્લાવર પેટર્નવાળા ઈયરરિંગ્સ અને બંગડીઓ પહેરી હતી. પરંતુ લોકોની નજર તો તેમની આંગળીમાં પહેરેલી સ્ક્વેર-શેપવાળી ડાયમંડ રિંગ પર અટકી ગઈ હતી.
40 કેરેટની અશર કટ ડાયમંડ રિંગ
આ રિંગ 40 કેરેટના અશર કટ ડાયમંડથી બનેલી છે. અન્ય ડાયમંડ રિંગની સરખામણીએ, આ રિંગને બનાવવું સરળ છે, પરંતુ આ રિંગ ઓછી ચમકતી હોવાથી તે ખાસ જાણીતું છે.
આ ડાયમંડના કોઈપણ ખોટા કલર કે ઈમ્પર્ફેક્શન તરત જ દેખાઈ જાય છે, જે તેને હાઈ ક્વોલિટી ડાયમંડ બનાવે છે અને તેની કિંમત વધારી આપે છે.
અંબાણી પરિવારના શાનદાર ઠાઠમાઠ
નીતા અંબાણીએ આ રિંગ ઉપરાંત, પોતાના અંબોડામાં 20 કેરેટની ડાયમંડ એસેસરીઝ અને ગજરા સાથે અંતિમ ટચ અપ કર્યો હતો. એવું કહેવાય છે કે અંબાણીઓના ઠાઠમાઠની તો વાત જ ન કરવી હોય!
વધુ વાંચો: