Nita Ambani નો આદરભાવ જીતી લેશે દિલ, કહ્યું- “જમવાનું મોકલાવું? બધા જમીને જ જજો”
Nita Ambani : ધિરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જ્યાં બોલીવૂડ સ્ટાર્સ તેમના બાળકોના પરફોર્મન્સ જોવા માટે હાજર રહ્યા હતા.
સામાન્ય માતા-પિતાની જેમ, આ સેલિબ્રિટી પણ પોતાના બાળકોને ચિયર કરતા જોવા મળ્યા. આ ફંક્શનના સચોટ શોસ્ટોપર નીતા અંબાણી રહ્યા હતા, જેમણે પોતાની સાદગી અને સુંદરતાથી બધાનું ધ્યાન આકર્ષ્યું.
નીતા નો શાનદાર અંદાજ
ફંક્શન દરમિયાન નીતા અંબાણીએ હેન્ડલૂમ સાડી પહેરી હતી, જેની પહોળી સોનેરી ગોટા બોર્ડર અને લાલ પટ્ટી પર ભરતકામે તેને એક શાનદાર ટચ આપ્યો હતો. સાડીનું નરમ રંગ સંયોજન અને બારીકાઇથી કરાયેલું કામ એને અત્યંત આકર્ષક અને પ્રભાવશાળી બનાવી રહ્યું હતું.
પેપરાજી માટે નીતા અંબાણીનો પ્રેમાળ હાવભાવ
જ્યારે નીતા અંબાણી પેપરાજીને પોઝ આપી રહી હતી, ત્યારે તેમણે તેમની પાસેથી પુછ્યું, “ખાવાનું મોકલાઉ કે નહિ?” પેપરાજીએ “હા” કહ્યા બાદ, તેમણે ખાવાનું પેક કરવાનો આગ્રહ કર્યો અને ઉમેર્યું, “બાળકોનું ખાવાનું છે ને, એ જ મોકલાઉં છું. ખાવાનું ખાઈને જજો.”
View this post on Instagram
લોકોનું દિલ જીત્યો
નીતા નો આ પ્રેમાળ હાવભાવ અને જમવાનું મોકલાવવાની તત્પરતા એ સધન પરિવારમાં પણ માણસાઈની ઝલક પ્રદર્શિત કરી છે. તેમના આ કાર્યે દરેકનું દિલ જીતી લીધું છે અને પેપરાજી સહિત દરેકને પ્રભાવિત કર્યા છે.
રાધિકા મર્ચન્ટનું દિલ જીતી લેનાર અંદાજ
આ ફંક્શન દરમિયાન અંબાણી પરિવારની નાની વહુ, રાધિકા મર્ચન્ટ, બધાનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળી. રાધિકા મર્ચન્ટ તેમના સસરા મુકેશ અંબાણી સાથે સ્કૂલમાં હાજર રહ્યા હતા. રાધિકા સિમ્પલ અને કેઝ્યુઅલ લૂકમાં હતી, જે ફેન્સને ખૂબ પસંદ આવી. અંબાણી પરિવારના શાનદાર લાઇફસ્ટાઇલના માહોલમાં રાધિકાનો આ સરળ અંદાજ એક અલગ જ છાપ છોડી ગયો.
હાઈ સિક્યુરિટી સાથે હાજરી
રાધિકા મર્ચન્ટ હાઈ સિક્યોરિટી સાથે સ્કૂલમાં પહોંચી હતી, પરંતુ તેમનો સાદગીભર્યો લૂક બધાની સામે છવાઈ ગયો. ફેન્સ અને મીડિયાએ તેમની સિમ્પ્લિસિટી અને સોમ્યતા માટે વખાણ કર્યા.
વધુ વાંચો: