google-site-verification: googlec8654436f05b508b.html

Nita Ambani રોહિત શર્માને ગળે લગાવીને થઈ ગયા ભાવુક, આંખમાંથી આંસુ..

Nita Ambani રોહિત શર્માને ગળે લગાવીને થઈ ગયા ભાવુક, આંખમાંથી આંસુ..

Nita Ambani : ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. આ પહેલાં શુક્રવારે સંગીત સમારોહ કરવામાં આવ્યો હતો.

પ્રી-વેડિંગની જેમ આ સમારોહ પણ સ્ટાર્સથી ભરપૂર હતો. અનંત-રાધિકાના સંગીત સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ સમારોહમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણા ક્રિકેટરોએ પણ ભાગ લીધો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં જ T20 વર્લ્ડ કપ જીતીને સ્વદેશ પરત ફરી છે. આ દિવસોમાં વિશ્વ વિજેતાઓનું ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં હાજર રહ્યા હતા.

Nita Ambani
Nita Ambani

જ્યાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. Nita Ambani એ ત્રણેય ખેલાડીઓને સ્ટેજ પર બોલાવ્યા. તે સમયે વાતાવરણ દેશપ્રેમની ભાવનાથી તરબતર બની ગયું હતું. રોહિતને પહેલા સ્ટેજ પર બોલાવવામાં આવ્યો હતો. રોહિત સ્ટેજ પર પહોંચ્યો ત્યારે બેકગ્રાઉન્ડમાં “લહરા દો…લહરા દો…” ગીત વાગી રહ્યું હતું. થોડીવાર માટે સૌ ભાવુક બની ગયા.

Nita Ambani ખુબ રડી 

સંગીત સમારોહમાં હાજર Nita Ambani ના પરિવારજનો, મિત્રો અને મહેમાનો બધા પોતપોતાની જગ્યાએ ઉભા રહ્યા અને તાળીઓ પાડીને ખેલાડીઓનું સ્વાગત કર્યું. આ દરમિયાન નીતા અંબાણી ખૂબ જ ભાવુક થઈ ગયાં અને ખેલાડીઓને ગળે લગાડ્યા.

તેમણે કહ્યું કે આ જીત તેમના માટે કેટલી વ્યક્તિગત છે, કારણ કે આ ત્રણ ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સના પરિવારનો ભાગ છે. રોહિત શર્મા, સૂર્યા (સૂર્યકુમાર યાદવ) અને હાર્દિક પંડ્યા ત્રણેય આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે.

T20 વર્લ્ડ કપ જીતવા પર નીતા અંબાણી અને આકાશ અંબાણીએ અનંત-રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માનું સન્માન કર્યું. મહેમાનોએ ખેલાડીઓની સામે ઊભા રહીને તેમનું સન્માન કર્યું. ખેલાડીઓએ હાથ ઊંચો કરીને સન્માનનો સ્વીકાર કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

Nita Ambani
Nita Ambani

બહુપ્રતીક્ષિત T20 વર્લ્ડ કપની ફાઇનલ જીત અને મેચની રોમાંચક અંતિમ ઓવરના ઉત્સાહને યાદ કરતાં, નીતા અંબાણીએ જણાવ્યું કે કેવી રીતે સમગ્ર રાષ્ટ્ર ધબકતા શ્વાસ અને હૃદયથી જોઈ રહ્યું હતું, જ્યારે ભારતીય ટીમ લગભગ અશક્ય સંજોગો સામે જીતી હતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને પણ નીતા અંબાણી ખૂબ ભાવુક થઈ ગયાં.

પંડ્યાને છેલ્લા છ મહિનામાં ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેના વિશે ઘણી સારી-ખરાબ વાતો કરવામાં આવી હતી. નીતા અંબાણીએ કહ્યું કે મુશ્કેલ સમય કાયમ રહેતો નથી પરંતુ તે લોકો કરે છે. આ દરમિયાન મુકેશ અંબાણીએ તેઓએ એવા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા જેમણે પોતાની રમત દ્વારા દેશનું નામ રોશન કર્યું છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *