Nita Ambani ના લગ્નના નવા ફોટા થયા વાયરલ, બાકી હોઈ તો જોઈ લ્યો
Nita Ambani : અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં થાય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને પરિવાર દ્વારા યોજાતા વિશાળ કાર્યક્રમો અને વૈભવી લગ્ન સમારંભોથી લોકો આકર્ષાઈ જાય છે.
અંબાણી પરિવારના ઈવેન્ટ્સ
અંબાણી પરિવારના દરેક ઈવેન્ટમાં માત્ર બોલીવુડ નહીં, પણ હોલીવુડના મોટા મોટા સ્ટાર્સ પણ હાજરી આપે છે. 2024માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વૈભવી લગ્નો યોજાયા હતા, જેમાં હોલીવુડ સ્ટાર્સે પણ હાજરી આપી હતી.
આ લગ્ન માટે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અંબાણી પરિવાર હાલ મુંબઈમાં આવેલા 27 માળના વૈભવી “એન્ટિલિયા”માં રહે છે, જે માત્ર મુંબઈ જ નહીં, પણ ભારતના મોંઘા ઘરોમાંની ગણતરીમાં આવે છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની કથા
અંબાણી પરિવારમાં ઈશા, આકાશ, અને અનંતના લાર્જર ધેન લાઈફ લગ્નો અંગે તો લોકો જાણે છે, પરંતુ ઘણા લોકોને આ વાતનો ખ્યાલ ન હોઈ શકે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પોતાના લગ્ન ખૂબ જ સાદાઈપૂર્વક થયા હતા.
1984માં થયેલા મુકેશ અને નીતા અંબાણીના લગ્નના ફોટા હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ તસવીરો જોઈને લોકોને આ વાતનો ખ્યાલ થાય છે કે તે સમયે અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં થતી નહોતી.
નીતા અંબાણીનો શરૂઆતનો જીવનપ્રવાસ
નીતા અંબાણી (તે સમયે નીતા દલાલ)નો જન્મ જામનગરના મૂળ પરિવારમાં થયો હતો, જે મુંબઈમાં રહેતો હતો. તેમના પિતાનું નામ રવિન્દ્રભાઈ દલાલ અને માતાનું નામ પૂર્ણિમા દલાલ છે.
એક સામાન્ય મિડલ ક્લાસ પરિવારમાં પેદા થયેલી નીતાના જીવનમાં મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે ધીરુભાઈ અંબાણીએ એક ડાન્સ પરફોર્મન્સ દરમિયાન નીતા દલાલને જોયાં અને નક્કી કર્યું કે તે તેમની વહુ બનશે.
સાદાઈભર્યા લગ્ન અને આજે પાવરફૂલ કપલ તરીકે ઓળખાણ
ધીરુભાઈ અંબાણીના નિર્ણય બાદ મુકેશ અને નીતાના લગ્ન ખૂબ જ સાદાઈથી કરવામાં આવ્યા હતા. આ આજના વૈભવી સમારંભોની સામે નમ્રતા અને સરળતાનું પ્રતિબિંબ હતું. આજે, મુકેશ અને નીતા અંબાણીની ગણતરી દુનિયાના સૌથી પાવરફૂલ અને પ્રભાવશાળી કપલ્સમાં થાય છે.
વધુ વાંચો: