Ibrahim Ali Khan સાથે લગ્નઃ કરી રહી છે પલક તિવારી, શ્વેતાએ કહ્યું- ખાન પરિવારની વહુ..
Ibrahim Ali Khan : ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ તેમની માતાના પગલે ચાલી રહી છે. 2023માં, પલક તિવારીએ ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” સાથે બોલિવૂડમાં અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
પલક તિવારી તેમની પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર, પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર Ibrahim Ali Khan ને ડેટ કરી રહી છે. બંનેને ઘણીવાર લંચ ડેટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. આ અફવાઓ પર હવે પલકની માતા શ્વેતા તિવારીએ પોતાનું મૌન તોડ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં, શ્વેતા તિવારીએ પલક તિવારી અને Ibrahim Ali Khan વચ્ચેના સંબંધોની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “પલક અત્યારસુધી મજબૂત છે.
પરંતુ આવતીકાલે કોઈપણ ટિપ્પણી અથવા લેખ તેના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે. તે હજી બાળક છે અને કેટલીકવાર આ બાબતોથી પરેશાન થઈ જાય છે, જેમ કે દર બીજા છોકરા સાથે તેના અફેરની વાત!”
શ્વેતા તિવારીએ આગળ કહ્યું, “મને પણ ખબર નથી કે તે આ બધું કેટલું સહન કરશે. તે પણ આ ડેટિંગ અફવાઓથી આશ્ચર્યચકિત છે. તે આ બાબતને લઈને મજાક પણ કરે છે, પરંતુ કેટલીકવાર એ તેને પરેશાન પણ કરી શકે છે.”
શ્વેતા તિવારીએ પલકના સ્લિમ ફિગર પર મળતી નકારાત્મક પ્રતિક્રિયા અંગે પણ નિવેદન આપ્યું અને કહ્યું, “આ વસ્તુઓ તેને પરેશાન નથી કરતી. શરૂઆતમાં તે આ અંગે સંવેદનશીલ હતી, પરંતુ હવે તેને સમજ આવી ગઈ છે કે તેના જેવા ઘણા લોકો છે અને તેઓ તેના જેવા બનવા માંગે છે. પલક જાણે છે કે તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.”
જણાવી દઈએ કે 2023માં પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જ્યારે ફિલ્મને વધુ પ્રોત્સાહન મળ્યું ન હતું, ત્યારે પલકની એક્ટિંગને ચાહકો પાસેથી સારી પ્રતિસાદ મળી. હવે સમાચાર છે કે પલક ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ “ધ વર્જિન ટ્રી”માં જોવા મળશે.
વધુ વાંચો: