Parineeti Chopra એ પતિ રાઘવ વિશે કહ્યું કંઈક આવું,-એક સાચો નેતા
Parineeti Chopra: બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તાજેતરમાં પતિ અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના વખાણ કરતી જોવા મળી. (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો, તે રાઘવને ‘સાચો નેતા’ કહીને પ્રશંસતી જોવા મળી.
પરિણીતીએ લખ્યું, “મને તારા પર ખૂબ ગર્વ છે. તમે વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો. એરપોર્ટ પર મોંઘા ભોજનનો મુદ્દો ઉઠાવતાં હવે પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે.”
રાઘવ ચઢ્ઢાની પહેલ અને સંસદમાં ઉઠાવેલો મુદ્દો
ડિસેમ્બર 2024 ના શિયાળુ સત્ર દરમિયાન, રાઘવ ચઢ્ઢાએ સંસદમાં એરપોર્ટ પર ખોરાકના વધેલા ભાવનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો. મુસાફરો પાસેથી વધારે ભાડા વસૂલવાના મુદ્દા પર તેમણે કડક અવાજ ઉઠાવ્યો, અને હવે આ પહેલનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે.
રાઘવ અને પરિણીતીની પહેલી મુલાકાત
Parineeti Chopra એ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે ત્યારે રાઘવ ચઢ્ઢાને ઓળખતી નહોતી, જ્યારે તે લંડનમાં એવોર્ડ લેવા ગઈ હતી. પરંતુ Parineeti Chopra નો ભાઈ શિવાંગ રાઘવનો મોટો ચાહક હતો, અને તેણે પરિણીતીને રાઘવને મળવા પ્રેરિત કરી.
પરિણીતી રાઘવની પાછળ બેઠી હતી અને તેણે પોતાનો પરિચય આપ્યો.
રાઘવે ખુશીથી કહ્યું કે તે પણ અભિનેત્રીને મળવા ઈચ્છતો હતો.
પરિણીતી અને રાઘવ ફરી મુંબઈમાં મળવાનું વિચારી રહ્યા હતા, પણ રાઘવે તરત જ મળવા ઈચ્છા વ્યક્ત કરી.
જ્યારે રાઘવે કહ્યું કે સારું કામ કરવાની કોઈ રાહ જોવી જોઈએ નહીં, ત્યારે પરિણીતી તેને જોઈને સ્તબ્ધ થઈ ગઈ.
જ્યારે રાઘવે ભીડમાંથી ભોજનની પ્લેટ ઉપાડી
લંડનમાં, પરિણીતી અને રાઘવ 10-12 લોકો સાથે એક ટેબલ પર બેઠા હતા અને તેમના શોખ અને કારકિર્દી અંગે ચર્ચા કરી રહ્યા હતા.
મીટિંગ દરમિયાન, પરિણીતીએ રાઘવની નિખાલસતા જોઈ, જ્યારે તેણે ભીડ વચ્ચે ખાવાની પ્લેટ ઉપાડી.
પરિણીતી તેને જોઈને ચકિત રહી ગઈ અને મનમાં વિચાર્યું – ‘આ સાચો છોકરો છે. હું આ જ માણસ સાથે લગ્ન કરવા જઈ રહી છું!’આ ક્ષણ પરિણીતી માટે સૌથી ખાસ બની ગઈ અને તેમણે જીવનસાથી તરીકે રાઘવને પસંદ કરી લીધા.