Nita Ambani એ તો ડોનાલ્ડ ટ્રમ્પને પણ ના છોડ્યા, 18મી સદીની હેરિટેજ જ્વેલરી..
Nita Ambani : અંબાણી પરિવારની લેડી ડોન નીતા અંબાણી તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને અનોખા ફેશનસેન્સ માટે જાણીતી છે. તેઓ જ્યાં જાય ત્યાં લાઈમલાઈટ ચોરી લેતા હોય છે, પછી એ ભારત હોય, લંડન હોય કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાંનું કેન્ડલલાઈટ ડિનર કેમ ન હોય!
શનિવારે યોજાયેલ આ ખાસ ડિનર પાર્ટીમાં તમામ મહેમાનોમાં નીતા અંબાણી ના બ્લેક સાડી લુક અને મલ્ટીલેયર્ડ નેકલેસની ખૂબ ચર્ચા થઈ.
નીતા અંબાણીની કાંચીપુરમ સાડી
આ ઈવેન્ટ માટે નીતા અંબાણીએ ટ્રેડિશનલ કાંચીપુરમ સિલ્ક સાડી પસંદ કરી હતી. આ સાડી ખાસ કરીને કાંચીપુરમના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ સાડી દેશના નેશનલ એવોર્ડ વિજેતા માસ્ટર કારીગર બી. કૃષ્ણામૂર્તિ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
સાડી પર ઈરુથલાઈપક્ષી (ભગવાન વિષ્ણુનું પ્રતિક ગણાતું બે માથાવાળું ગરુડ), મચિલ (અમરત્વ અને દિવ્યતાનું પ્રતિક) અને અન્ય પૌરાણિક પ્રાણીઓના સુંદર મોટિફ્સ જોવા મળ્યા હતા. આ સાડીને કન્ટેમ્પરરી લુક આપવાની સાથે ટર્પાન્ડ સ્પેનલ એસેન્સિયા જાળવી રાખવામાં આવી હતી.
મખમલનો બ્લાઉઝ
સાડી સાથે મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ મખમલનો બ્લાઉઝ પહેરવામાં આવ્યો હતો. બ્લાઉઝમાં બિલ્ટઅર નેકલાઈન સાથે સ્લીવ પર નાજુક મોતીવર્ક કરવામાં આવ્યું હતું, જે નિતા અંબાણી ના લુકને રોયલ ટેક્સચર આપતું હતું.
હેરિટેજ જ્વેલરી સાથે લૂક પૂર્ણ
આ શાનદાર લુકને પૂર્ણ કરવા માટે નીતા અંબાણીએ મલ્ટીલેયર્ડ નેકલેસ પહેર્યું, જે 200 વર્ષ જૂના દુર્લભ પેન્ડન્ટ સાથે જોડાયું હતું. આ પોપટ આકારના પેન્ડન્ટમાં હીરા, માણેક અને મોતી જડિત હતા. રિપોર્ટ્સ અનુસાર, આ નેકલેસ અને પેન્ડન્ટનો સંબંધ 18મી સદી સાથે છે, જો કે આ બાબતે વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
વધુ વાંચો: