ધાબળો ઓઢીને Priyanka Chopra એ પતિ સાથે કર્યું લિપ-લોક, બિકીનીમાં..
Priyanka Chopra : બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં યુરોપમાં પોતાના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે વેકેશન માણી રહી છે. પ્રિયંકા ચોપરા પોતાની વેકેશનની ઘણી બધી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, જે ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી રહ્યા છે.
પ્રિયંકા ચોપરા નો ટુ પીસ લુક
પ્રિયંકા ચોપરા એ યુરોપિયન વેકેશનની કેટલીક ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે, જેને જોઈને તમે આંખો હટાવી શકશો નહીં. તાજેતરની આ તસવીરોમાં તે એનિમલ પ્રિન્ટ બિકિનીમાં દેખાઈ રહી છે અને બોટ પર આરામ કરી રહી છે. તેની બાજુમાં નિક પણ શાંત સમુદ્ર તરફ જોયે છે અને પોઝ આપી રહ્યો છે.
ગ્લેમરસ લુક સાથે ચમકતી પ્રિયંકા
પ્રિયંકા ચોપરા એ બિકિની સાથે સનગ્લાસ પણ પહેર્યાં છે, અને સૂર્યપ્રકાશ તેના શરીર પર પડવાથી તેની ત્વચા વધુ ચમકી રહી છે. તેણે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. બીજી તસવીરમાં તે બ્રાઉન કલરની બિકિનીમાં એકદમ હોટ લાગી રહી છે. આ તસવીરો શેર થતા જ ચાહકોમાં ખૂબ જ ચર્ચા જગાવી છે.
માલતી મેરીની ક્યૂટનેસ
કેટલીક તસવીરોમાં, નિક સાથે ખડી પ્રિયંકા ચોપરા , માલતી મેરી સાથે આરામ કરતી નજરે પડે છે. માલતી મેરી બેજ કેપ અને સનગ્લાસ પહેરીને મમ્મીની હેરસ્ટાઈલ બનાવી રહી છે. તેની ક્યૂટનેસ સાથે તે ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે.
પ્રિયંકા ચોપરાનું વર્ક ફ્રન્ટ
પ્રિયંકાની આ તસવીરો પર ચાહકો ભારે પ્રેમ વરસાવી રહ્યા છે. કમેન્ટ્સમાં હાર્ટ અને ફાયર ઇમોજી છવાઈ ગયા છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ પૂરું કર્યું છે. ટૂંક સમયમાં તે ‘હેડ્સ ઓફ સ્ટેટ’માં જ્હોન સીના અને ઇદ્રિસ એલ્બા સાથે જોવા મળશે.