Priyanka Chopra ની ભાભી લગ્ન પહેલા જ બિકીનીમાં હનીમુનનો આનંદ લેતી જોવા મળી
Priyanka Chopra : બોલિવૂડથી હોલિવૂડ સુધીનો પ્રવાસ કરી ચૂકેલી પ્રિયંકા ચોપરાની ભાભી, નીલમ ઉપાધ્યાય, સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી ચર્ચામાં છે.
પ્રિયંકા ચોપરાના ભાઈ, સિદ્ધાર્થ ચોપરા સાથે સગાઈ થયા પછી, નીલમ ઉપાધ્યાય લગ્ન પહેલા જ હનીમૂનનો આનંદ માણતી જોવા મળી છે. તેણે પોતાના બિકિની ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેને જોઈને ચાહકો હેરાન રહી ગયા છે.
ફ્લોરિડાના સુંદર તટ પર નીલમની આ નવી તસવીરો લઈલી છે, જેમાં તે મસ્તીમાં મગ્ન જોવા મળે છે. તેનો આ બોલ્ડ અને સેક્સી અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને નીલમની સગાઈ ધામધૂમથી થઈ હતી, અને બંનેએ પોતાની સગાઈની ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
નીલમ ઉપાધ્યાયે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત મિસ્ટર 7થી કરી હતી. જોકે, તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કરી શકી ન હતી, પરંતુ તે તેના લુક અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહી છે.
હાલમાં, નીલમ બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરી રહી છે અને મૉડેલિંગ ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની કોશિશ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થની આ ત્રીજી સગાઈ છે. આ પહેલા તેની બે સગાઈઓ તૂટી ગઈ હતી, તેથી પરિવાર આ નવા સંબંધને લઈને ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે.
વધુ વાંચો: