Radhika Merchant એ પહેર્યો 24 કેરેટ સોનાનો ડ્રેસ, હીરાથી બનેલું પર્સ..
Radhika Merchant : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસથી તેમના બીજા પ્રી-વેડિંગને લઈ ચર્ચામાં છે. અગાઉ અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકાનું પહેલું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું.
આ દરમિયાન અનેક વીડિયો અને ફોટા સામે આવ્યા હતા, પરંતુ બીજા પ્રી-વેડિંગના ઘણા ઓછા વીડિયો અને ફોટા સામે આવ્યા છે, જેમાં અંબાણી પરિવાર જશ્નમાં જોવા મળી રહ્યો છે.
રાધિકાના લગ્ઝરી લુકની ચારેકોર ચર્ચા થઈ રહી છે, ખાસ કરીને તેના ગુલાબી વિન્ટેજ ડ્રેસની. અંબાણી પરિવારની નાની વહુ આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Radhika Merchant પિંક કલરના મિડી ડ્રેસમાં
અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા ક્રુઝ શિપ પ્રિ-વેડીંગમાં બને ક્યુટ કપલે 24 કેરેટ ગોલ્ડ સોનાના કપડાં પહેર્યા હતા. પ્રિવેડીંગમાં આવેલા તમામ મહેમાનો ની નજર તે બને ઉપર ટકી રહેલી હતી. અને અંબાણી પરિવારની નાની વહુના હાથ માં રહેલા પર્સ ની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.
વિન્ટેજ ડિયોર ડ્રેસની કિંમત
જ્યારે વિન્ટેજ એક્સપર્ટ ડોરિસ રેમન્ડે તેને 2016માં હરાજી માટે મૂક્યો ત્યારે તેની કિંમતમાં વધુ વધારો થયો. આ ‘Dior Haute Couture’ ડ્રેસની 3,840 યુએસ ડોલરમાં હરાજી કરવામાં આવી હતી.
ભારતીય રૂપિયામાં જુઓ તો ડ્રેસની કિંમત 3,19,416 રૂપિયા છે. એટલે કે ‘લા ડોલ્સે વીતા’માં રાધિકાએ જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત 3 લાખ રૂપિયાથી વધુ હતી. સાથે સાથે, ડ્રેસ સાથે હાથમાં જે પર્સ જોવા મળી રહ્યો છે તેની કિંમત 22.5 લાખ રૂપિયા છે.
અનંત-રાધિકાના 12 જુલાઈના રોજ લગ્ન
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જેમાં શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્ન સાથે થશે.