google-site-verification: googlec8654436f05b508b.html

Ranbir Kapoor અને સૈફ વચ્ચે થયો ઝઘડો? બનેવીએ સાળાને હાથ જોડ્યા

Ranbir Kapoor અને સૈફ વચ્ચે થયો ઝઘડો? બનેવીએ સાળાને હાથ જોડ્યા

Ranbir Kapoor : શનિવારે હિન્દી સિનેમાના શો-મેન રાજ કપૂરની 100મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કપૂર પરિવાર દ્વારા આ અવસરે એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાર્ટીમાં આખો કપૂર પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. રણધીર કપૂરથી લઈને રણબીર કપૂર સુધી બધા જ આ ઉજવણીમાં જોડાયા હતા.

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં Ranbir Kapoor અને સૈફ અલી ખાન વચ્ચે કંઈક દલીલ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે રણબીર કપૂર સૈફ અલી ખાનને સ્ક્રીનિંગ તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સૈફ થોડા ચીડાયેલા નજરે પડે છે અને રણબીરને કડક અવાજમાં “ઓકે” કહેતા જોવા મળે છે.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

કોણ-કોણ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા?

આ વિશેષ કાર્યક્રમમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે આલિયા ભટ્ટ, રણધીર કપૂર, બબીતા, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની અને કરિશ્મા કપૂર જોડાયા હતા.

અન્ય મહેમાનોમાં મહેશ ભટ્ટ, રેખા, કાર્તિક આર્યન, શર્વરી, સંજય લીલા ભણસાલી, ફરહાન અખ્તર, પદ્મિની કોલ્હાપુરે, વિકી કૌશલ, બોની કપૂર, સોની રાઝદાન, શાહીન ભટ્ટ અને વિકી કૌશલ સહિતના ઘણા જાણીતા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

Ranbir Kapoor
Ranbir Kapoor

રાજ કપૂરની 10 લોકપ્રિય ફિલ્મો

આ વિશેષ અવસર પર રાજ કપૂરની 10 સૌથી જાણીતી ફિલ્મો 40 શહેરોના 135 થીયેટર્સમાં રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મો છેલ્લા ચાર દાયકાથી દર્શકોના દિલોમાં સ્થાન ધરાવતી છે. ફેસ્ટિવલમાં શામેલ રાજ કપૂરની લોકપ્રિય ફિલ્મોની યાદી:

આગ (1948), બરસાત (1949), આવારા (1951), શ્રી 420 (1955), જાગતે રહો (1956), જીસ દેશ મેં ગંગા બહતી હૈ(1960), સંગમ (1964), મેરા નામ જોકર (1970), બોબી (1973), રામ તેરી ગંગા મેલી (1985), આ ફેસ્ટિવલ રાજ કપૂરની અમર કલાને શ્રદ્ધાંજલિરૂપ છે, જે આજ સુધી પણ પ્રેરણારૂપ છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *