Ranbir Kapoor ગર્લફ્રેન્ડને ભેટ આપવા મમ્મીના ઘરેણાં ચોરી કરતો, ખુલ્યા જુના રાજ..
Ranbir Kapoor : બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની એક રસપ્રદ વાત સામે આવી છે. રણબીર કપૂર ઘણીવાર પોતાના અંગત જીવન વિશે વાત કરવાનું ટાળી દેતો હોઈ છે, પરંતુ આ વખતે Ranbir Kapoor એ પોતાના પારિવારિક જીવનના કેટલાક વિષયો વિષે જાહેરમાં ચર્ચા કરી. કોમેડી નો બાદશાહ કહેવાતો કપિલ શર્મા ફરી એકવાર શાનદાર અંદાજમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
Netflix પર કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની જાહેરાત થઈ ત્યારથી OTT પ્લેટફોર્મ ખુબ સમાચારોમાં રહે છે. નવા શોના પહેલા એપિસોડમાં જ રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની જોવા મળવાના છે, અને ધ કપિલ શર્મા શોના દરેક એપિસોડની જેમ આ વખતે પણ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ઘણા નવા રહસ્યો ખુલવાના છે. આ શો 30 માર્ચ 2024 થી શરૂ થવાનો છે. અને દર શનિવારે એક નવો એપિસોડ બતાવવામાં આવશે.
કપિલ શર્માના નવા શોની ભવ્ય શરૂઆત રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાથે થશે. શોનો નવો પ્રોમો વીડિયો મેકર્સ દ્વારા હાલમાં સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. સુનીલ ગ્રોવર, કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક સહિત કોમેડી કિંગ કપિલ શર્માની આખી ટીમ પ્રોમો વીડિયોમાં જોવા મળી રહી છે.
રણબીર કપૂરે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના લોન્ચ અને પહેલા એપિસોડ માટે રિબન કાપી. વાતચીત શરૂ થાય તે પહેલા બધાએ ડાન્સ પણ કર્યો હતો. આ પછી કપિલ શર્માએ સ્ટાર્સને તેના અંગત પ્રશ્નો અને તેમના જવાબોની શ્રેણી શરૂ કરી.
Ranbir Kapoor મમ્મીના દાગીનાની ચોરી કરતો
રણબીર કપૂરે હાલમાં જ એક લોકપ્રિય શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં એન્ટ્રી કરી છે. જેમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે તેણે તેની માતા નીતુ કપૂરના ઘરેણાં ચોર્યા હતા. વાસ્તવમાં કપિલ શર્માના નવા કોમેડી શોમાં રણબીર કપૂર ગેસ્ટ તરીકે આવ્યો હતો.
ટીવી પછી હવે કપિલ શર્મા પોતાનો નવો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો OTT પર લઈને આવી રહ્યો છે. પ્રથમ એપિસોડના ઉદ્ઘાટન માટે કપૂર પરિવાર અતિથિ તરીકે આવ્યો હતો. જ્યાં રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર આ ત્રણેય એ ખૂબ જ મસ્તી કરી હતી.
Ranbir Kapoor ગર્લફ્રેન્ડને નીતુની જ્વેલરી ગિફ્ટ કરતો
રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા, શો દરમિયાન જૂના દિવસોની વાત કરીએ તો રણબીર કપૂર છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે બહેન રિદ્ધિમા કપૂરના કપડા ચોરી કરતો હતો અને ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે માતા નીતુની જ્વેલરી પણ ચોરી કરેલી છે. રિદ્ધિમાએ કહ્યું, “અમારી પેઢીને સૌથી વધુ મજા આવી છે.”
View this post on Instagram
કપૂર પરિવાર કાપશે કપિલના શોની રિબન
તાજેતરમાં રિલીઝ થયેલા ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં કપૂર પરિવાર પહેલીવાર કોઈ શોમાં સાથે જોવા મળશે. રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર એકસાથે ખૂબ મસ્તી કરતા બતાવવામાં આવ્યા છે. તે શોમાં રણબીર કપૂરની જૂની ચોરીની કહાની વિશે વાત કરવા આવી છે. આ દરમિયાન રણબીર કપૂરે કંઈક એવું કહ્યું કે શોમાં હાજર દરેક લોકો હસી પડ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા.
શો 30 માર્ચે શુરુ થશે
રણબીર કપૂરના ચાહકોને ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’નો પ્રોમો ખૂબ જ પસંદ આવ્યો છે. અને કોમેન્ટ કરીને પ્રતિભાવ પણ આપ્યો. 30 માર્ચથી ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો દર શનિવારે રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર આવી રહ્યો છે.
લાંબા સમય બાદ સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની જુગલબંધી જોવા મળશે. હાલમાં જ રિલીઝ થયેલા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનું ટ્રેલર લોકોને ઘણું પસંદ કરવામાં આવ્યું છે. ઘણા ચાહકો શોના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.