Ranbir Kapoor નો 250 કરોડનો બંગલો તૈયાર, લોકોએ કહ્યું- એન્ટિલિયાની સસ્તી કોપી..
Ranbir Kapoor : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલ્દી જ તેમના નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. ઘણા સમયથી મુંબઈના પાલી હિલ્સમાં તેમના નવા બંગલાનું નિર્માણ ચાલી રહ્યું હતું, જે હવે તૈયાર છે.
આ નવા ઘરની એક ઝલકનો વીડિયો બહાર આવ્યો છે, જેનાથી બંગલો એકદમ લક્ઝુરિયસ લાગે છે. હાલ તો રણબીર અને આલિયા બાંદ્રામાં ‘વાસ્તુ’ નામના એપાર્ટમેન્ટમાં રહે છે, પરંતુ હવે બંને તેમનો નવો ઘરે શિફ્ટ થવા માટે તૈયાર છે. Ranbir Kapoor એ આ આઠ માળની ઇમારતનું નામ તેની દાદી કૃષ્ણા રાજ કપૂરના નામ પર રાખ્યું છે.
રણબીર અને આલિયા ક્યારે નવા ઘરમાં શિફ્ટ થશે?
એવું કહેવાઈ રહ્યું છે કે દિવાળીના પાવન અવસર પર રણબીર કપૂર અને આલિયા તેમની દીકરી રાહા સાથે નવા ઘરમાં પ્રવેશ કરી શકે છે. અંદાજ મુજબ, આ ઘરની કિંમત 250 કરોડ રૂપિયાની આસપાસ છે. આ મકાનનું બાંધકામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું, અને રણબીર-આલિયા ઘરના કામનું નિરીક્ષણ કરવા અવારનવાર જતાં હતાં.
View this post on Instagram
આલિયા અને રણબીર કપૂરની આગામી ફિલ્મો
પર્સનલ લાઈફ ઉપરાંત, તેમની પ્રોફેશનલ લાઈફ પર નજર કરીએ તો, આલિયા ભટ્ટ હાલમાં કાશ્મીરમાં પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ YRF સ્પાય યુનિવર્સનો ભાગ છે, જેમાં તેના સાથે શરવરી વાઘ અને બોબી દેઓલ પણ જોવા મળશે.
રણબીર હાલમાં નિતેશ તિવારીના નિર્દેશન હેઠળ બનતી રામાયણમાં વ્યસ્ત છે. જોકે, આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી, પરંતુ એવી ચર્ચા છે કે તેમાં તેની સાથે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી પણ જોવા મળશે.
આ ઉપરાંત, રણબીર સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે, જેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ 2026ની ઈદ પર રિલીઝ થવાની છે.
વધુ વાંચો: